Updated Jeep Meridian Launched in India: જીપએ અપડેટ સાથે ભારતીય બજારમાં તેની સૌથી પ્રખ્યાત SUV Jeep Meridian લોન્ચ કરી છે. કંપનીએ જીપ મેરિડીયનમાં કેટલાક અપડેટ્સ આપ્યા છે, જે તેને પાછલા મોડલ કરતા વધુ સારા બનાવે છે. શાનદાર ડિઝાઈન અને પાવરફુલ એન્જિન સાથે આવતી આ SUVની પ્રારંભિક કિંમત રૂ. 24 લાખ 99 હજાર (એક્સ-શોરૂમ) છે, જે ટોયોટા ફોર્ચ્યુનર અને એમજી ગ્લોસ્ટર જેવા મોડલ સાથે સ્પર્ધા કરે છે. આ કારને ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં ડિઝાઈન કરવામાં આવી છે.
જીપના કુલ ચાર વેરિઅન્ટ્સ
જીપ મેરિડીયનના અપડેટેડ વર્ઝનમાં કંપનીએ બે અલગ અલગ સીટિંગ લેઆઉટ સાથે એસયુવી રજૂ કરી છે, જેમાં 5-સીટર અને 7-સીટર કન્ફિગરેશનનો સમાવેશ થાય છે. કુલ ચાર વેરિઅન્ટ્સ લોન્ગિટ્યૂડ, લોન્ગિટ્યૂડ પ્લસ, લિમિટેડ (ઓ) અને ઓવરલેન્ડ વેચાણ માટે ઉપલબ્ધ છે. કંપનીએ જીપ મેરિડીયનમાં કેટલાક અપડેટ્સ આપ્યા છે, જે તેને પાછલા મોડલ કરતા વધુ સારા બનાવે છે.
ભારતમાં કયા વેરિઅન્ટની કિંમત કેટલી છે ?
કિંમત વિશે વાત કરીએ તો, તેના લોન્ગિટ્યૂડ વેરિઅન્ટની કિંમત રૂ. 24.99 લાખ, લોન્ગિટ્યૂડ પ્લસ વેરિઅન્ટની કિંમત રૂ. 27.50 લાખ, લિમિટેડ (ઓ)ની કિંમત રૂ. 30.49 લાખ અને ઓવરલેન્ડની કિંમત રૂ. 36.49 લાખ છે. કંપનીએ આજથી જીપ મેરિડીયનને લઈને સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધું છે. જીપ મેરિડીયનના દેખાવ અને ડિઝાઇન વિશે વાત કરીએ તો, સિગ્નેચર 7 સ્લોટ ગ્રિલ અને પેયર્ડ હેડલેમ્પ્સ તેને અદ્ભુત લૂક આપે છે.
અપડેટેડ જીપ મેરિડીયનમાં સંપૂર્ણ એલઇડી હેડલેમ્પ્સ, એલઇડી ટેલલાઇન્સ અને સીટો ફોલ્ડ કરવામાં આવે ત્યારે 824 લિટર સુધીની બૂટ સ્પેસ છે. પાવરટ્રેન વિશે વાત કરીએ તો નવી જીપ મેરિડિયનમાં 2.0 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન છે, જે 3750 આરપીએમ અને 170 એચપીની મહત્તમ પાવર 1750થી લઈ 2500 આરપીએમ પર 350 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે.
જીપ મેરિડિયનમાં 10.25 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફુલ એચડી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બિલ્ટ-ઇન નેવિગેશન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે જેવી સુવિધાઓ છે. તેમાં 360 ડિગ્રી કેમેરા અને એડવાન્સ ડ્રાઈવર અસિસ્ટેંસ સિસ્ટમ સાથે એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને ઈન્ટેલિઝેન્ટ સ્પીડ અસિસ્ટ ફીચર સામેલ છે.
માત્ર દેશમાં જ નહીં પરંતુ મારુતિની આ કારે વિદેશમાં પણ ધૂમ મચાવી, તેની નિકાસ 355 ટકા વધી
Car loan Information:
Calculate Car Loan EMI