Maruti Suzuki Jimny 5-Door: ઓટોમોબાઇલ માર્કેટમાં છેવટે લાંબા ઇન્તજાર બાદ મારુતિ સુઝુકીએ પોતાની ઑફ-રૉડ કાર મારુતિ સુઝુકી જિમ્નીને લૉન્ચ કરી દીધી છે. કંપનીએ આ SUVને 12.7 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર લૉન્ચ કરી છે, જે પેટ્રૉલ મેન્યૂઅલ વેરિઅન્ટમાં છે. જ્યારે ટોપ એન્ડ વેરિઅન્ટ પેટ્રૉલ ઓટૉમેટિક હશે, જેની એક્સ-શૉરૂમ કિંમત 15.05 લાખ રૂપિયાની છે.
મારુતિ સુઝુકી જિમ્ની 5 ડૉર વેરિએન્ટ -
જિમ્ની ઝેટા અને આલ્ફા ટ્રિમ્સમાં ઉપલબ્ધ હશે, જ્યારે તે 1.5-લીટર પેટ્રૉલ એન્જિન દ્વારા સંચાલિત હશે જે 105bhp પાવર ઉત્પન્ન કરે છે. સાથે જ તે 4x4 SUV છે. એન્જિન ઓપ્શન 4-સ્પીડ ઓટૉમેટિક ટૉર્ક કન્વર્ટર ગિયરબૉક્સ સાથે જોડાયેલું છે. જિમ્ની ભારતમાં 5-દરવાજાના સેટઅપ સાથે સેલ થશે. આ લૂક સાથે આને ભારતમાં 2023 ઓટો એક્સપોમાં આની શરૂઆત કરી હતી. આંતરરાષ્ટ્રીય લેવલ પર જિમ્ની એ 3-ડૉરની SUV છે. આના કલર ઓપ્શન વિશે વાત કરીએ તો, આને 5 સિંગલ ટોન અને 2 ડ્યૂઅલ ટોન કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.
મારુતિ સુઝુકી જિમ્ની ફિચર્સ -
આ ઑફ-રોડ કારમાં જોવા મળતી સુવિધાઓની યાદીમાં HD ડિસ્પ્લે સાથે 22.86 cm (9'') સ્માર્ટ પ્લે પ્રૉ+ ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ અને વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રૉઇડ ઓટો કનેક્ટિવિટી, ક્લાઇમેટ કંન્ટ્રૉલ, ક્રૂઝ કન્ટ્રૉલ, એલઇડી હેડલેમ્પ્સ સાથે અર્કામીસ ઑડિયો સિસ્ટમનો સમાવેશ થાય છે. આમાં તમને 7 ઇંચની ટચસ્ક્રીન, 6 એરબેગ્સ, પાવર વિન્ડૉઝ, રિઅર કેમેરા, બ્રેક લિમિટેડ સ્લિપ ડિફરન્સિયલ, ESP અને બીજી કેટલીય ફેસિલિટી મળશે. મારુતિએ થોડા સમય પહેલા આની જિમ્ની 5-ડૉરનું બુકિંગ શરૂ કર્યું હતું. કંપની આ કાર નેક્સા શૉરૂમ દ્વારા વેચશે. આ કારની એન્ટ્રી મારુતિ સુઝુકીની જિપ્સી પછી ઓફ-રોડ સ્પેસમાં પાછા ફરવાની છે.
થાર સાથે થશે સીધી ટક્કર -
જિમ્ની ગ્રાન્ડ વિટારાની નીચે આવે છે, અને મારુતિ સુઝુકીની ત્રીજી સબ-4 મીટર એસયુવી હોવાને કારણે તે બ્રેઝા અને ફ્રેન્ક્સની યાદીમાં જોડાઈ છે. તે તેના સેગમેન્ટમાં મહિન્દ્રા થાર સાથે સીધી સ્પર્ધા કરશે. જોકે, થાર 3- ડૉર સાથે અવેલેબલ છે. જ્યારે જિમ્ની 5-ડોરમાં, ખાસ વાત છે કે, અમે જિમ્નીને ચલાવી છે અને કહીએ છીએ કે એક એક શાનદાર ઑફ-રોડ છે. આવશ્યક સુવિધાઓથી પણ ભરપૂર છતાં રોજિંદા ઉપયોગ માટે પૂરતા કૉમ્પેક્ટ છે.
મારુતિ સુઝુકીની SUV Jimny વિશે -
ઓટો એક્સ્પો-2023 (જાન્યુઆરી 12) ના બીજા દિવસે મારુતિએ ભારતીય બજારમાં 7 રંગો અને Alpha-Zeta 2 વેરિયન્ટ્સ સાથે પ્રથમ વખત જિમ્નીનું અનાવરણ કર્યું. જોકે, જિમ્ની છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં છે. લોન્ચિંગની સાથે જ તેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું હતું. ગ્લોબલ માર્કેટમાં આ કાર ત્રણ દરવાજાવાળા વર્ઝનમાં વેચાય છે. મારુતિ સુઝુકીએ ભારતમાં જીમ્ની એસયુવીને રૂ. 12.74 લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. કારનું ટોપ વેરિઅન્ટ 15.05 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમતે ઉપલબ્ધ છે. મારુતિ સુઝુકી જિમ્નીની ટક્કર મહિન્દ્રા થાર એસયુવી સાથે થવાની છે. આ સિવાય તેને 4WD માર્કેટમાં ફોર્સ ગુરખા તરફથી પણ સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
Car loan Information:
Calculate Car Loan EMI