2024 Kia Carnival: નવી કિઆ કાર્નિવલ  KA4 નથી જે ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી,  પરંતુ એક અપડેટેડ મોડલ છે અને આ સંભવત આ રુપમાં જ ભારતમાં આવશે. નવી કાર્નિવલ ફેસલિફ્ટ Kia SUV ના EV ફેમિલીથી પ્રેરિત છે અને તેને એક અલગ લૂક આપવામાં આવ્યો છે. તેની ફ્રંટ ગ્રિલ મોટી છે અને તેમાં મોટા L આકારના DRLs છે અને એલોય વ્હીલ્સની ડિઝાઇન પણ નવી છે. નવી કાર્નિવલનો આકાર  હવે મોટો થઈ ગયો છે અને હવે તેની કેબિન પણ વિશાળ બની ગઈ છે. જેમ કે કહેવામાં આવ્યું છે  આ ફેસલિફ્ટ તેને વર્તમાન કાર્નિવલ કરતાં વધુ પ્રીમિયમ SUV બનાવે છે જે મિનિવાનથી વધુ છે. તેમાં પાછળના ભાગમાં કનેક્ટિંગ લાઇટ બાર સાથે એલ આકારની લાઇટ્સ પણ છે.


પાવરટ્રેન


એન્જિનની વાત કરીએ તો તેમાં એક હાઈબ્રિડ પાવરટ્રેનને રેન્જમાં જોડવામાં  આવી છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે તે  રાઈટ હેન્ડ ડ્રાઇવમાં ભારતના સ્પેક મોડલમાં આવશે કે નહીં. જ્યારે નવી કાર્નિવલ ભારતમાં આવશે ત્યારે તે ડીઝલ એન્જિન અને V6 પેટ્રોલ એન્જિનના વિકલ્પથી સજ્જ હશે.


ઈન્ટિરિયર


તેના ઇન્ટિરિયરને હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેમાં નવા સોફ્ટવેરની સાથે  ડિસ્પ્લે અને ડ્યૂઅલ 12.3 ઇંચ ટચસ્ક્રીન હોવાની અપેક્ષા છે.


કિંમત વધારે હશે


જ્યારે નવી કાર્નિવલ માર્કેટમાં આવશે ત્યારે તે હાલની કાર કરતાં વધુ મોંઘી હશે પરંતુ કિંમતો ઘટાડવા માટે તેને લોકલાઈઝેશન કરવામાં આવી શકે છે.  તેને વધુ ટેક્નોલોજી અને લક્ઝરી સાથે હાલના કાર્નિવલ કરતાં વધુ પ્રીમિયમ રાખવામાં આવશે. તેનો EV9થી  પ્રેરિત લુક ખરીદદારોને પસંદ આવશે અને આ મોડલ ઓટો એક્સપોમાં દર્શાવવામાં આવેલા મોડલ કરતાં વધુ સારું લાગે છે. આ અંગે વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તે સેગમેન્ટમાં ઈનોવા હાઈક્રોસની ઉપર અને વેલફાયરની નીચે પ્લેસ કરવામાં આવશે.  કાર્નિવલ ફેસલિફ્ટ Kia SUV ના EV ફેમિલીથી પ્રેરિત છે અને તેને એક અલગ લૂક આપવામાં આવ્યો છે. તેની ફ્રંટ ગ્રિલ મોટી છે અને તેમાં મોટા L આકારના DRLs છે અને એલોય વ્હીલ્સની ડિઝાઇન પણ નવી છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

 

 

Car loan Information:

Calculate Car Loan EMI