KIA EV6 Launch: ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં પોતાનો પગ મુકતા જ વાહન નિર્માતા કંપની કિયા (Kia) એ પોતાની ઇલેક્ટ્રિક કારને લૉન્ચ કરી દીધી છે. આને બે વેરિએન્ટ GT અને GT-લાઇનમાં લૉન્ચ કરવામા આવી છે. વળી બેટરી રેન્જ મામલામાં આમાં 528kmsની જબરદસ્ત રેન્જ મળે છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે Kia EV6ની માત્ર 100 યૂનિટ્સ જ ભારતમાં લાવવામાં આવી રહી છે. પરંતુ લૉન્ચ થયા પહેલા આની પુરી 100 યૂનિટનુ વેચાણ થઇ ચૂક્યુ છે. કંપનીએ બતાવ્યુ કે કિયા EV6 માટે 355 બુકિંગ પહેલાતી જ મળી ચૂકી હતી. જાણો આ ઇલેક્ટ્રિક કારને વિસ્તારથી....... 


લૂકઃ - લૂક અને ડિઝાઇનના મામલામાં કિયા EV6ને એક નવા લૂકમાં લૉન્ચ કરવામા આવી છે. આની લંબાઇ 4.7 મીટરની છે. બહારના લૂકમાં તમને બૉડી શાર્પ્સ લાઇન્સ LED લાઇટ્સ અને ડિજીટલ ટાઇગર નૉઝ ગ્રિલ જેવા ફિચર્સ જોવા મળે છે. આનુ લાંબુ બૉનેટ ખાસ છે. આ કારને તમે રનવે રેડ, ઓરેરા બ્લેક પર્લ, યાચ બ્લૂ, મૂનસ્કેપ અને સ્નો વ્હાઇટ પીયર જેવા 5 કલરમાં પસંદ કરી શકો છે. 


ફિચર્સઃ- કેબિન ફિચર્સની રીતે કિયા EV6માં બ્લેક સાબર સીટ અને વિગન લેધર બૉલ્ટ્સની સાથે ઓલ બ્લેક ઇન્ટીરિયર મળે છે. આના ડેશબોર્ડ પર 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 12.3 ઇંચની ડિજીટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જિંગ, એબિયન્ટ લાઇટિંગ, પાછળની સીટની નીચે થ્રી પીન સૉકેટ અને ઇલેક્ટ્રિક સનરૂફ મળે છે. આગળની સીટને પણ એડજેસ્ટેબલ બનાવવામાં આવી છે. આમાં હિટીંગ અને કૂલિંગની સુવિધા છે. 


બેટરી રેન્જઃ - કિયા EV6 ઇલેક્ટ્રિક ક્રૉસઓવરને Hyundaiને સમર્પિત ઇલેક્ટ્રિક ગ્લૉબલ મૉડ્યૂલર પ્લેટફોર્મ (E-GMP) પર બનાવવામાં આવ્યુ છે. ક્રૉસઓવરમાં 77.5kWh એક મોટી બેટરી પેક આપવામાં આવ્યુ છે. જે 321bhp નો પાવર અને 605Nm નો પીક ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. વળી ફૂલ ચાર્જ કરવા પર આનો સ્ટાન્ડર્ડ પેક 424 કિલોમીટરની રેન્જ પણ આપી શકે છે. દાવો કરવામાં આવે છે કે Kia EV6 ની લૉન્ગ રેન્જ વર્ઝન પુરેપુરી રીતે ચાર્જ થવા પર 528kms ની રેન્જને કવર કરી શકે છે. 


સેફ્ટી ફિચર્સઃ - શાનદાર દેખાવની સાથે જ કિયા EV6 ખુબ જ સુરક્ષિત છે. આ  કાર છે એરબેગ્સ, સીટ બૉલ્ટ પ્રી ટેન્શનર અને લૉડ લિમીટર્સની સાથે આવી છે. ડિજીટલ ફિચર્સની રીતે આમાં એક સીટ બેલ્ટ રિમાઇન્ડર સિસ્ટમ, લેન આસિસ્ટ સિસ્ટમ, ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ અને સ્પીડ આસિસ્ટન્ટ જેવી ટેકનિક જોવા મળે છે. ખાસ વાત છે કે કિયા EV6એ Euro NCAP ક્રેશ ટેસમાં 5- સ્ટાર રેટિંગ હાંસલ હાંસલ પણ કરી છે. 


કિંમતઃ- કિયા EV6ને 59.95 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)ની શરૂઆતી કિંમત પર લૉન્ચ કરવામાં આવી છે. વળી આના ઓલ વ્હીલ ડ્રાઇવ મૉડલની કિંમત 64.95 લાખ રૂપિયા છે. આની બુકિંગ 12 શહેરોમાં 15 ડીલરશીપ પર શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કિયા પોતાની ઇલેક્ટ્રિક કારની ડિલીવરી સપ્ટેમ્બરથી શરૂ કરવાની છે. ભારતમાં Hyundai Ioniq 5 અને Volvo XC40 રેન્જ જેવા મૉડલોને ટક્કર આપશે. 


 


Car loan Information:

Calculate Car Loan EMI