Kia Seltos: Kia Seltos ભારતમાં 2019 થી વેચાઈ રહી છે. ત્યારથી અત્યાર સુધી તેમાં કોઈ મોટું અપડેટ જોવા મળ્યું નથી. મિડ-સાઇઝ સેગમેન્ટમાં સેલ્ટોસની એન્ટ્રી તેની સફળતાનું સૌથી મોટું કારણ બન્યું, જો કે હવે આ સેગમેન્ટ નવા વિકલ્પોથી ભરપૂર છે અને ઓટોમોબાઈલ કંપનીઓ એકબીજાને પાછળ છોડવા માટે સ્પર્ધા કરી રહી છે. તેથી જ આ સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે  કંપની આવતા મહિને ભારતમાં Kia Seltosના ફેસલિફ્ટ વેરિઅન્ટને ડેબ્યૂ કરવા જઈ રહી છે.


આ મોડલ વૈશ્વિક સ્તરે 2022માં જ રજૂ કરવામાં આવી


જોકે કંપનીએ આ કારને લોસ એન્જલસ ઓટો એક્સપો 2022માં જ રજૂ કરી છે. જે મુજબ તેની ઈન્ટીરીયર અને એક્સટીરીયર ડીઝાઈનમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ સાથે તેમાં કેટલાક મિકેનિકલ ફેરફારો પણ કરવામાં આવ્યા છે.


તેથી  એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વૈશ્વિક વેરિઅન્ટમાંથી ઘણું બધું લઈ શકાય છે.  જે કેટલીક સ્પાઈ તસવીરો જોઈને પણ જાણી શકાય છે. નવા ફેસલિફ્ટ વેરિઅન્ટના આગળના ભાગમાં ટાઇગર નોઝ ગ્રિલ, ફરીથી ડિઝાઇન કરાયેલ હેડલેમ્પ્સ, ગ્રિલ સાથે મર્જ કરાયેલ LED DRLs મળે છે. આ સાથે જ તેની સાઈડ પ્રોફાઈલને છેડછાડ કર્યા વગર પહેલા જેવી જ રાખવામાં આવી છે. જોકે તેમાં નવા એલોય વ્હીલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના પાછળના ભાગની વાત કરીએ તો તેમાં નવી એલઇડી ટેલ લાઇટ્સ જોઇ શકાય છે, જે ફૂલ પહોળાઇની હોય શકે છે.


આ સિવાય જો તેમાં ઉપલબ્ધ નવા ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 2 નવી ડિઝાઈનવાળા પેનોરેમિક ડિસ્પ્લે જોઈ શકાય છે. જેમાં ઇન્ફોટેનમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, આ સિવાય ADAS સેફ્ટી ટેક્નોલોજી સાથેનું પેનોરેમિક સનરૂફ તેમજ લેટેસ્ટ ફીચર્સ જોઈ શકાય છે.


એન્જિન વિશે વાત કરીએ તો,   કંપની ભારતમાં તેના વર્તમાન વેરિયન્ટ્સમાં 1.5l પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે. જ્યારે તેના નવા વેરિઅન્ટમાં 1.5l પેટ્રોલ ટર્બો એન્જિન મળવાની અપેક્ષા છે, જે તેને 160Ps પાવર આપી શકે છે. કંપની પહેલાથી જ તેની Kia Carensમાં આ એન્જિનનો ઉપયોગ કરી રહી છે.


આગામી Kia ફેસલિફ્ટ સેલ્ટોસ ભારતીય બજારમાં હ્યુન્ડાઈ ક્રેટા, સ્કોડા કુશાક, મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા જેવા વાહનો સાથે સ્પર્ધા કરશે.  


Car loan Information:

Calculate Car Loan EMI