Rinku Singh's Relationship Status: કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ આઈપીએલ 2023માં તેની શાનદાર બેટિંગના કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારી પોતાની ટીમને જીત અપાવનાર રિંકુ સિંહે લોકોને  દિવાના બનાવી દીધા હતા. IPL બાદ રિંકુને ટીમ ઈન્ડિયામાં લાવવાની પણ ચર્ચા છે. આ દરમિયાન રિંકુ સિંહે પોતાના સંબંધોને લઈને મોટો ખુલાસો કર્યો છે.


KKRના સ્ટાર બેટ્સમેને પોતે જણાવ્યું કે તેની કોઈ ગર્લફ્રેન્ડ છે કે તે સિંગલ છે. રિંકુએ ન્યૂઝ ચેનલ 'NDTV' સાથે વાત કરતા આ અંગે જવાબ આપ્યો. તાજેતરમાં, રિંકુ સિંહ વેકેશન માટે માલદીવ ગયો હતો, જ્યાં તેણે તસવીરો શેર કરતી વખતે તેના સિક્સ પેક એબ્સને ફ્લોન્ટ કર્યા હતા.  ટીવી શોમાં રિંકુને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તેની કોઈ ગર્લફ્રેન્ડ છે ? જવાબમાં રિંકુએ કહ્યું કે ના  હું સિંગલ છું.


રિંકુ સિંહે આ શોમાં જણાવ્યું કે તેણે ક્રિકેટ છોડીને ફ્લોર સ્વીપરની નોકરી કરી. રિંકુએ કહ્યું મારો ભાઈ એક કોચિંગ સેન્ટરમાં કામ કરતો હતો, જ્યાં તેણે મને સફાઈ કામદાર તરીકે નોકરી અપાવી. ફ્લોર સાફ કરવાનું મારું કામ હતું, આ માટે મારે મારું ક્રિકેટ છોડવું પડ્યું. બાદમાં મેં મારી માતાને ખાતરી આપી કે હું મારી રમતમાં સુધારો કરીને પરિવારની આર્થિક સ્થિતિ સુધારી શકીશ.


IPL 2023માં જોરદાર પ્રદર્શન કર્યું 


IPL 2023માં  રિંકુ સિંહે 14 મેચની 14 ઇનિંગ્સમાં 59.25ની એવરેજ અને 149.53ની સ્ટ્રાઇક રેટથી 474 રન બનાવ્યા હતા. આ દરમિયાન રિંકુએ 4 અડધી સદી ફટકારી હતી.  તેના બેટમાંથી 29 છગ્ગા અને 31 ચોગ્ગા નીકળ્યા હતા.


તેની એકંદર આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો રિંકુ સિંહે અત્યાર સુધીમાં 31 મેચ રમી છે. આ મેચોની 29 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 36.25ની એવરેજ અને 142.16ના સ્ટ્રાઇક રેટથી 725 રન બનાવ્યા. આઈપીએલ 2023માં રિંકુ સિંહે પોતાની શાનદાર બેટિંગથી ક્રિકેટપ્રેમીઓને ખુશ કરી દિધા હતા. 


રિંકુ સિંહે પાંચ સિક્સર ફટકારીને કોલકાતાને જીત અપાવી


કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં KKRએ છેલ્લા બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ટીમ માટે રિંકુ સિંહે 21 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. તેણે કુલ છ સિક્સર ફટકારી હતી.