ભારતમાં GST 2.0 લાગુ થયા પછી ઓટો કંપનીઓએ તેમના વાહનોના ભાવ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વાહન કિયા સેલ્ટોસ છે. કંપનીએ નવી વેરિઅન્ટ મુજબ કિંમત યાદી બહાર પાડી છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સેલ્ટોસ પહેલા કરતાં વધુ સસ્તી બની ગઈ છે. જ્યારે હ્યુન્ડાઇ ક્રેટાની કિંમતમાં આશરે ₹38,311નો ઘટાડો થયો છે, ત્યારે કિયા સેલ્ટોસની કિંમતમાં ઘટાડો ₹75,371 પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે સેલ્ટોસ હવે ક્રેટા કરતાં પણ સસ્તી છે.
કિયા સેલ્ટોસની નવી કિંમત
GST 2.0 લાગુ થયા પછી કિયા સેલ્ટોસની એક્સ-શોરૂમ કિંમત હવે ₹10.79 લાખથી શરૂ થાય છે. તેના વિવિધ વેરિઅન્ટમાં કિંમતમાં ઘટાડો ₹39,624 થી ₹75,371 સુધીનો છે.
ટોપ-સ્પેક X લાઇન વેરિઅન્ટ્સ (1.5L ટર્બો પેટ્રોલ DCT અને 1.5L ટર્બો ડીઝલ ઓટો TC) ને સૌથી મોટો ભાવ ઘટાડો મળ્યો છે.
મિડ-સ્પેક HTX અને GTX વેરિઅન્ટ્સની કિંમતમાં ₹50,000 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
બેઝ વેરિઅન્ટ HTE ની કિંમતમાં ₹40,000 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
એકંદરે, Kia Seltos હવે લગભગ 3.67% સસ્તી થઈ ગઈ છે.
Hyundai Creta કેટલી સસ્તી થઈ છે ?
Hyundai એ તેની કારની કિંમતોમાં પણ ઘટાડો કર્યો છે. Tucson SUV ને સૌથી વધુ ₹2.40 લાખનું ડિસ્કાઉન્ટ મળ્યું છે. દરમિયાન, કંપનીની સૌથી લોકપ્રિય મિડ-સાઇઝ SUV Creta ની કિંમતમાં ₹38,311નો ઘટાડો કરવામાં આવ્યો છે. GST ઘટાડા પછી, Hyundai Creta ની શરૂઆતની કિંમત હવે ₹10.73 લાખ થઈ ગઈ છે, જે પહેલા ₹11.11 લાખ હતી.
કઈ SUV ખરીદવામાં સૌથી વધુ ફાયદો છે ?
કિંમતોની તુલના કરીએ તો Kia Seltos ને 75,000 સુધી અને Hyundai Creta ને 38,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળ્યું છે. આનો અર્થ એ થયો કે કિયા સેલ્ટોસ ગ્રાહકો માટે વધુ સારી પસંદગી બની ગઈ છે. નોંધનીય છે કે GST 2.0 પછી, મધ્યમ કદના SUV સેગમેન્ટમાં સેલ્ટોસ અને ક્રેટા વચ્ચેની સ્પર્ધા વધુ રસપ્રદ બની ગઈ છે.
ભારતમાં GST 2.0 લાગુ થયા પછી કોમ્પેક્ટ SUV ખરીદવી વધુ સસ્તી બની ગઈ છે. સરકારે ટેક્સ સ્લેબ 28% થી ઘટાડીને 18% કર્યો છે, જેનાથી ગ્રાહકોને સીધી રાહત મળી છે.
Car loan Information:
Calculate Car Loan EMI