નવી દિલ્હીઃ અન્ય દેશોની જેમ ભારતમાં પણ ટ્રાફિકના નિયમો સખત છે, જો તમે ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરો તો બચી નથી શકતા. તમારે કોઇને કોઇ રીતે દંડ કે પછી સજા ભોગવવી પડી શકે છે. ખાસ કરીને ટ્રાફિક રુલ્સ તોડવા પર વાહન ચાલકોનુ ઓનલાઇન ચલણ કાપી લેવામા આવે છે. ઘણીવાર આપણને ખબર પણ નથી હોતુ કે કેટલુ ચલણ કપાયુ છે. જો તમે જાણવા માંગતા હોય કે તમારુ કેટલુ ચલણ ફાટ્યુ છે, તો અહીં જાણો કેટલુ છે તમારુ ઇ-ચલણથી.....
ચલણ કપાયુ છે કે નહીં આ રીતે કરો ચેક....... (How to Check E-Challan Status Online)
ઇ-ચલણ વિશે જાણવુ છે તો સૌથી પહેલા echallan.parivahan.gov.in વેબસાઇટ પર જાઓ.
હવે વેબસાઇટ પર આપવામાં આવેલા Check Challan Status પર ક્લિક કરો.
અહીં ત્રણ ઓપ્શન મળશે, ચલણ નંબર, વ્હીકલ નંબર અને DL નબર.
અહીં તમારે વ્હીકલ નંબર વાળા ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.
હવે વ્હીકલ નંબરની જગ્યાએ પોતાની ગાડીનો નંબર નાંખવો પડશે.
આટલુ કર્યા બાદ કૈપ્ચા કૉડ એન્ટર કરો.
હવે તમે જેવુ Get Detail પર ક્લિક કરશો, તો તમને ખબર પડી જશે કે તમારી ગાડીનુ ચલણ છે કે નહીં.
આ રીતે કરો પેમેન્ટ (How To Pay E-Challan Payment Online)
જો તમને જાણવા મળે કે તમારુ ચલણ ફાટ્યુ છે, તો તેનુ પેમેન્ટ ઓનલાઇન કરી શકાય છે. આના માટે ચલણના આગળ આપેલા Pay Nowના ઓપ્શન પર ક્લિક કરો.
આ પછી OTP દ્વારા પોતાના મોબાઇલ નંબરને વેરિફાઇ કરો.
ત્યારબાદ તમારી સામે તમારા રાજ્યના ઇ-ચલણ પેમેન્ટની વેબસાઇટ સામે આવી જશે.
અહીં તમારે Next પર ક્લિક કરવુ પડશે.
આટલુ કર્યા બાદ તમારી સામે પેમેન્ટ કન્ફોર્મેશનનુ પેજ આવશે.
હવે અહીં Proceed પર ક્લિક કરો.
હવે તમે જે મૉડથી પેમેન્ટ કરવા ઇચ્છો છો તે રીતે કરી શકો છો.
ખોટુ ચલણ કપાયુ હોય તો કરો ફરિયાદ... (How to Complained E-Challan Online)
જો તમે કોઇ ટ્રાફિક નિયમ ના તોડ્યા હોય, અને ટ્રાફિક પોલીસે તમારુ ખોટુ ચલણ કપાયુ છે, તો તમે આની ફરિયાદ કરી શકો છો.
Car loan Information:
Calculate Car Loan EMI