Kia Sonet Facelift: ભારતીય માર્કેટમાં ઓટો સેક્ટર ઝડપથી વધ્યુ છે, લોકોને રોજગારીની નવી તકો પણ ખુલી રહી છે, અને સાથે સાથે હવે કંપનીઓ પણ નવી નવી કારોને માર્કેટમાં લાવી રહી છે. નવી Kia Sonet સબ-4 મીટર SUV ભારતમાં 15 ડિસેમ્બર, 2023એ લૉન્ચ કરવામાં આવી છે અને તેનું બુકિંગ 20 ડિસેમ્બરથી શરૂ થશે. જો કે, નવા સૉનેટની કિંમતો આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવશે. અપડેટ કરેલ મૉડેલમાં ઘણાબધા સ્ટાઇલિશ એલિમેન્ટ્સ અને આંતરિક ફેસિલટીમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. તેની મુખ્ય પ્રૉફાઇલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે અમે તમને નવા કિયા સૉનેટ અને જૂના સૉનેટ વચ્ચેના મુખ્ય તફાવતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


ડિઝાઇનમાં થયો છે ફેરફાર 
સૉનેટની આગળની સ્ટાઇલમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં હવે શાર્પ 3-પીસ LED હેડલાઇટ્સ અને લાંબા પૉઇન્ટેડ આકારની LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ છે. તેમાં હવે સિલ્વર ઇન્સર્ટ્સ અને સ્મૂથ LED ફોગ લાઇટ્સ સાથે અપડેટેડ ગ્રીલ છે. આ સબ-4 મીટર એસયુવી અપડેટેડ બમ્પર સાથે આવે છે જેમાં નવો એર ડેમ છે.


નવી કિયા સૉનેટ નવા એલૉય વ્હીલ્સ, ઓઆરવીએમ-માઉન્ટેડ કેમેરા અને બોડી-કલર્ડ ડૉર હેન્ડલ્સ સાથે ઉપલબ્ધ છે. પાછળના ભાગમાં, સબ-4 મીટર SUVને નવી સંપૂર્ણપણે કનેક્ટેડ LED ટેલ-લાઇટ્સ અને અપડેટેડ બમ્પર મળે છે.


ઇન્ટીરિયર અપડેટ 
અપડેટ કરેલ સૉનેટનું ડેશબોર્ડ લેઆઉટ આઉટગોઇંગ મૉડલ જેવું જ દેખાય છે. જોકે, નવા મૉડલમાં ટચસ્ક્રીન ઈન્ફૉટેનમેન્ટ યૂનિટની નીચે એક નવી ક્લાઈમેટ કંટ્રોલ પેનલ ઉમેરવામાં આવી છે. આ SUVને 10.25 ઇંચનો મોટો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સૉલ અને નવો 360 ડિગ્રી કેમેરા મળે છે, જે નવા સેલ્ટૉસમાં જોવા મળે છે. ફિચર્સ વિશે વાત કરીએ તો નવી સૉનેટમાં 4-વે સંચાલિત ડ્રાઇવર સીટ, ઇલેક્ટ્રિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, વાયરલેસ ફોન ચાર્જિંગ અને ક્રુઝ કંટ્રોલ છે. અપડેટેડ વેન્યૂ કૉમ્પેક્ટ એસયુવીમાં પણ આ તમામ સમાન સુવિધાઓ ઉપલબ્ધ છે.


ટોપ વેરિઅન્ટ 10 એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટ સિસ્ટમ્સ (ADAS) સાથે છ એરબેગ્સ સાથે સ્ટાન્ડર્ડ તરીકે આવે છે. આ SUVમાં ESC, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને ટાયર પ્રેશર મૉનિટરિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે.


પાવરટ્રેનમાં નથી થયો ફેરફાર
નવી સૉનેટ ફેસલિફ્ટ ચાલુ મૉડલ જેવા પાવરટ્રેન વિકલ્પો સાથે પણ આવે છે. પરંતુ કંપનીએ ફરીથી ડીઝલ મેન્યૂઅલ વેરિઅન્ટને નવા મોડલ સાથે લાઇનઅપમાં સામેલ કર્યું છે. SUV 3 એન્જિન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે; જેમાં 83PS, 5MT સાથે 1.2L પેટ્રોલ, 120PS, 6iMT અને 7DCT સાથે 1.0L ટર્બો પેટ્રોલ અને 116PS, 6MT, 6iMT અને 6AT સાથે 1.5L ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI