Safest Cars in India: હાલમાં કારની સુરક્ષા સુવિધાઓ અને તેમની સલામતી એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. જેના કારણે લોકો ગ્લોબલ NCAP રેટેડ 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તો ચાલો આજે આપણે 2023 માં ભારતની ટોચની 5 સૌથી સુરક્ષિત કાર પર એક નજર કરીએ.
સ્કોડા કુશાક
Skoda Kushaq અને Volkswagen Taigun ને ગ્લોબલ NCAP તરફથી 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. તાજેતરમાં લાગુ કરવામાં આવેલા વધુ કડક ધોરણો અનુસાર આ વાહનોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કુશાક અને ટાઈગુન એક જ MQB-A0-IN પ્લેટફોર્મ પર બનેલ છે અને TSI એન્જિન અને તેમના ઘટકોનો મોટો હિસ્સો શેર કરે છે. આથી, બંને કારોએ એડલ્ટ ઓક્યૂપેંટ પ્રોટેક્શન અને ચાઈલ્ડ ઓક્યૂપેંટ પ્રોટેક્શન બંને શ્રેણિઓમાં 5-સ્ટાર મેળવ્યા છે. ઉપરાંત, આ બંને SUVમાં શાનદાર દેખાવ, પ્રીમિયમ ઈન્ટિરિયર અને પાવરફુલ એન્જિન છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹11.59 - ₹19.69 લાખની વચ્ચે છે.
મહિન્દ્રા XUV700
મહિન્દ્રા એક્સયૂવી 700 એ પણ પરફેક્ટ 5-સ્ટાર સ્કોર કર્યો છે, જે તેના સેગમેન્ટમાં ગ્લોબલ NCAP ટોપ રેટિંગ મેળવનારી એકમાત્ર SUV બની છે. XUV700 તેના બોલ્ડ લૂક, અદ્યતન સુવિધાઓ, લેવલ 1 ADAS સુરક્ષા સિસ્ટમ, પાવરફુલ પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પો અને આકર્ષક કિંમતો સાથે આવે છે. દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત ₹13.18 લાખથી ₹24.58 લાખની વચ્ચે છે.
મહિન્દ્રા સ્કોર્પિયો-એન
મહિન્દ્રા સ્કોર્પિયો N એ તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલા વધુ નવા પરીક્ષણ ધોરણો અનુસાર 5-સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ હાંસલ કર્યું છે. આ સાથે, તે NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ ભારતીય લેડર-ફ્રેમ મોડલ છે. Scorpio N તેના પાવરફુલ એન્જિન, અદ્યતન ઈન્ટીરિયર અને દમદાર 4×4 હાર્ડવેર માટે જાણીતું છે. તે હાલમાં દેશમાં સૌથી વધુ વેચાતી મોટી એસયુવીમાંની એક છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹13.08 લાખથી ₹23.90 લાખની વચ્ચે છે.
મહિન્દ્રા XUV300
મહિન્દ્રા XUV300 સંપૂર્ણ 5-સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ મેળવનાર સેગમેન્ટમાં પ્રથમ મોડલ બની ગયું છે. XUV300 ને ચાઇલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શનમાં 4-સ્ટાર સ્કોર મળ્યો છે. XUV300ની અન્ય વિશેષતાઓમાં ઉત્તમ રોડ હેન્ડલિંગ, પાવરફુલ એન્જિન અને આરામદાયક સવારીનો સમાવેશ થાય છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹8.41 લાખથી ₹14.07 લાખની વચ્ચે છે.
ટાટા પંચ
સંપૂર્ણ 5-સ્ટાર સલામતી રેટિંગ પ્રાપ્ત કરનાર ટાટા મોટર્સનું તે પ્રથમ મોડલ છે. તેણે 5-સ્ટાર એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન અને 4-સ્ટાર ચાઈલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન મેળવ્યું છે. તેની અન્ય હાઇલાઇટ્સમાં લૂક, સારી રાઇડ અને હેન્ડલિંગ બેલેન્સ અને સ્મૂથ 5-સ્પીડ ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹6 લાખથી ₹9.54 લાખની વચ્ચે છે.
Car loan Information:
Calculate Car Loan EMI