નવી દિલ્હીઃ દેશમાં મહિના કરતાં પણ વધારે સમયથી કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન તમે બધા લોકો તમારા ઘરમાં જ રહો છે. એવામાં તમારી કાર પણ પણ બંધ પડી છે. એવામાં શક્યતા છે કે કારમાં કોઈ ખરાબી આવી શકે છે. કેટલીક મુશ્કેલીઓ વિશે આ પહેલા પણ ચર્ચા કરી હતી. આજે આપણે Rat Infestationની ચર્ચા કરીશું જે તમારી કારને વધારે નુકસાન પહોંચાડી શકે છે.


ઉંદર તમારી કારને શું નુકસાન પહોંચાડી શકે છે?

ઉંદરને એવી જગ્યા પસંદ હોય છે જે ઉંડી અને ગરમ હોય. તમારી કારનું એન્જિન રહેવા માટે સૌથી સારી જગ્યા છે. ઉંદર સંબંધિત સૌથી સામાન્ય સમસ્યા એ છે કે તે દર બનાવે છે અને તમારા એન્જિનમાં રહેવા લાગે છે. આ દરમિયાન તમારા એન્જિનને ચોક કરી શકે છે અને વાયર્સને કાતરી ખરાબ કરી શકે છે. ઉંદરને તારો પરના ઇન્સુલેશનના ચાવવું પસંદ હોય છે જેથી તમારી કારની આખી ઇલેક્ટ્રિક સિસ્ટમ ખરાબ થઈ શકે છે.

બીજો મોટો મુદ્દો એ છે કે ઉંદર ખાવાનું રાખવા માટે તમારી કારનો ઉપયોગ કરી શકે છે. એવામાં એન્જિનની આસપાસની જગ્યા અને તમારી કારનું ઇન્ટીરિયર Unhygienic હોઈ શકે છે.

ઉંદરથી છૂટકારો કેવી રીતે મેળવશો!

ઉંદર જ્યારે કારની અંદર હોય છે અવાજ કરે છે, તેના કારણે તેમના હોવાની જાણકારી મળી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તરત જ એક સારી લાઈટવાળી જગ્યા પર કાર પાર્ક કરો અને બોનેટ ખોલી નાંકો. ઉપરાંત કારની પાસે માઉસ ટ્રેપ રાખો. સાથે જ કાર/એન્જિનને તરત જ સાફ કરો.

આ સ્થિતિથી કેવી રીતે બચશો?

તેના માટે તમારે સૌથી પહેલા તમારી કાર પાર્કિંગની જગ્યાને બદલવાની રહેશે. બની શકે કે હાલમાં તમે કચરાના ઢગલા, સીવર લિડ્સ અથવા ગાર્ડનની આસપાસ વાહન પાર્ક કર્યું હોય. હેવ કારને કોઈ એવી જગ્યાએ પાર્ક કરો જ્યાં ઉંદરના હોવાની શક્યતા ઓછી હોય સાથે જ ત્યાં પ્રકાશ આવતો હોય. તમારા પાર્કિંગ સ્પોટને થોડા દિવસના અંતરે બદલતા રહો.

ઉપરાંત તમારી કારને સાફ રાખવાનો પ્રયતન કરો અને ધ્યાન રાખો કે કારમાં કોઈપણ ખાવાનો સામાન ન પડ્યો હોય. ઉપરાંત તમારી કારના એ્જિનને સતત સ્ટાર્ટ કરતાં રહો. સાથે જ એન્જિન પણ ચેક કરતા રહો.

Car loan Information:

Calculate Car Loan EMI