નવી દિલ્હીઃ અનેક છૂટછાટો સાથે દેશમાં લોકડાઉન-3ની શરૂઆત થઈ રહી છે. આ લોકડાઉન 17 મે સુધી લાગુ રહેશે. આ દરમિયાન પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ લોકડાઉનમાં જ્યાં ફસાયા હતા ત્યાંથી તેમને ઘરે જવાની મંજૂરી હશે. આ વખતે સરકારે કેટલીક છૂટ આપી છે પરંતુ કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશને રેડ ઝોન, ઓરેંજ ઝોન અને ગ્રીન ઝોન એમ ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યો છે.


આ દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવાની પણ છૂટ આપવામાં આવી છે. કર્ણાટકમાં સવારે 9 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી દારૂની દુકાનો ખોલવા સરકારે મંજૂરી આપી છે. પરંતુ હુબલીમાં દારૂની દુકાન બહાર લોકોએ વહેલી સવારથી જ લાઈનો લગાવી દીધી હતી.




છત્તીસગઢના રાયપુરમાં લોકોએ સવારથી દારૂની દુકાનો બહાર લાઈનો લગાવી હતી. લાઈનમાં ઉભા રહેવા માટે વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવી લાઈનમાં ઉભા રાખવામાં આવે છે.


દિલ્હીના લક્ષ્મીનગરમાં પણ લિકર શોપ બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી હતી.