Mahindra Electric Cars: મહિન્દ્રા એ તેની ઈલેકટ્રિક કારની પ્રતીક્ષા ખતમ થવાનો સંકેત આપ્યો છે. કંપનીએ 32 સેકંડનુ એક ટીઝર જાહેર કરીને અનેક કારની ઝલક આપી છે. આ ટીઝરમાં 5 કાર જોવા મળી રહી છે.
મહિન્દ્રા 15 ઓગસ્ટના રોજ આગામી વર્લ્ડ પ્રીમિયરમાં આ તમામ કારોનું અનાવરણ કરશે. મતલબ કે હવે મહિન્દ્રાની ઈલેક્ટ્રિક કાર ટૂંક સમયમાં માર્કેટમાં જોવા મલશે. રિલીઝ થયેલા ટીઝરમાં આ તમામ કારને સાથે-સાથે બતાવવામાં આવી છે પરંતુ તેની ડિઝાઇન વિશે કંઈ સ્પષ્ટ નથી. પરંતુ એટલું નિશ્ચિત છે કે મહિન્દ્રા આ કારોને સંપૂર્ણપણે બોર્ન ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનાવશે.
Born electric પ્લેટફોર્મ
મહિન્દ્રાનું કામ એક સાથે અનેક SUV કાર પર ચાલી રહ્યું છે. એક નાની કોમ્પેક્ટ, મિડ સાઈઝ અને ફુલ સાઈઝની કૂપ એસયુવી હશે. આગામી કોમ્પેક્ટ SUV XUV 400 હોઈ શકે છે. મધ્યમ કદની SUVને XUV 400 અને XUV 900 Coupe વચ્ચે મૂકી શકાય છે.
ફીચર્સ હશે એડવાંસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં મલ્ટી-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ સાથે સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, લેવલ 1 ઓટોનોમસ ટેક્નોલોજી, પેનોરેમિક સનરૂફ, LED લાઇટિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ સાથે પાવર્ડ સીટ જેવા ઘણી એડવાંસ ફીચર્સ મળવાની અપેક્ષા છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી, તે ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), મલ્ટીપલ એરબેગ્સ, લેન ચેન્જ અસિસ્ટ, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) જેવી સુવિધાઓ મેળવી શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે, મહિન્દ્રા XUV300 ના ઇલેક્ટ્રિક વર્ઝનને ICE મોડલ કરતાં મોટું બનાવવા જઈ રહી છે, જેની લંબાઈ 4.2 મીટર હશે. મહિન્દ્રા 2023 ના પ્રથમ ક્વાર્ટરમાં આ નવી ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરે તેવી અપેક્ષા છે.
Car loan Information:
Calculate Car Loan EMI