Mahindra Electric Vehicles: ઇલેક્ટ્રિક વ્હીકલનું ભારતમાં માર્કેટ ખુબ ઝડપથી વિકસી રહ્યો છે. જુદાજુદા ઓટોમેકર્સ સ્પર્ધાત્મક રહેવા માટે સતત નવી તૈયારીઓ કરી રહ્યા છે. આ સ્પર્ધામાં ભારતીય ઓટોમોટિવ જાયન્ટ મહિન્દ્રા પણ સામેલ છે. મહિન્દ્રા તેની BE, XUV.E, Thar.E, Scorpio.E અને Bolero.E લાઇનઅપ અંતર્ગત કેટલીય નવી ઇલેક્ટ્રિક વ્હીકલ SUV ને માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે. મહિન્દ્રાએ EV સેગમેન્ટમાં કંપનીને ગ્લૉબલ ઓળખ આપવા માટે ટેસ્લા મૉડલ Y સામે બેન્ચમાર્ક કરવાનું પસંદ કર્યું છે.


મહિન્દ્રાની ફેસિલિટીમાં દેખાઇ ટેસ્લા - 
ટેસ્લાના મૉડલ Y ને તાજેતરમાં મહિન્દ્રાના પુણે પ્લાન્ટમાં જોવામાં આવ્યું હતું. જેના કારણે ટેસ્લા સાથે મહિન્દ્રાના અણધાર્યા જોડાણની અટકળો લગાવવામાં આવી રહી છે. આગામી મહિન્દ્રા ઇ-SUVsમાં ડિસેમ્બર 2024માં લૉન્ચ થનારી XUV.e8, એપ્રિલ 2025માં XUV.e9, ઓક્ટોબર 2025માં BE.05 અને એપ્રિલ 2026માં BE.07નો સમાવેશ થાય છે. મહિન્દ્રાના ટ્રેક પર ટેસ્લા મૉડલ Y જોવાથી એવી અટકળો શરૂ થઈ છે કે મહિન્દ્રા ટેસ્લા એસયુવીને બેન્ચમાર્ક કરવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, તે 0.23 Cd (ડ્રેગ ગુણાંક) ની અસાધારણ એરૉડાયનેમિક પ્રૉફાઇલ ધરાવે છે.


શું હોય છે ડ્રેગ કોફિશિએન્ટ -  
વાહનની એરૉડાયનેમિક્સ તેની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલો માટે ડ્રેગ ગુણાંક (Cd) જેટલો ઓછો હશે, તેટલું ઓછું પ્રતિકાર વાહન હવામાંથી પસાર થાય ત્યારે સામનો કરશે. ટેસ્લાનું મૉડલ વાય તેની આશ્ચર્યજનક 0.23cd સાથે બજારમાં શ્રેષ્ઠ એરૉડાયનેમિક્સ સાથેની સૌથી ઇલેક્ટ્રિક એસયુવી છે. જ્યારે અન્ય પૉપ્યૂલર ઇ-SUV જેમ કે Mustang Mach-E (0.3cd), Jaguar I-Pace (0.29cd), Hyundai Ioniq 5 (0.28cd), Audi e-tron અને Kia EV6 (0.28cd) અને મર્સિડીઝ- બેન્ઝ EQC ( 0.27 CD) ખુબ પાછળ છે. મહિન્દ્રા માટે આ પરિબળ ઘણો અર્થ કરી શકે છે. જોકે, મૉડેલ Yમાં મહિન્દ્રાની રુચિ માટે અન્ય કારણો હોઈ શકે છે.


ટેસ્લા લાવી શકે છે ભારતમાં પોતાન મૉડલ્સ - 
ટેસ્લાનું મૉડલ Y, કંપનીના પૉર્ટફૉલિયોમાં સૌથી નાની SUV, લંબાઈમાં 4750 mm, પહોળાઈ 1978 mm, ઊંચાઈ 1624 mm અને વ્હીલબેઝ 2890 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 167 mm છે. તે 81 kWh બેટરી પેક મેળવે છે, AWD મૉડલ સિંગલ ચાર્જ પર 525 કિમીની રેન્જ ઓફર કરે છે. જ્યારે મહિન્દ્રાની આગામી ઇલેક્ટ્રિક એસયુવીમાં 80 kWh સુધીની બેટરી ક્ષમતા અને ટ્વીન-મૉટર AWD સેટઅપ સાથે લગભગ 675 કિમીની રેન્જ હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે તેની વિશિષ્ટતાઓ અલગ હોઈ શકે છે. ટેસ્લા ભારતમાં નવી સુવિધા સ્થાપવા અંગે ભારત સરકાર સાથે ચર્ચા કરી રહી છે અને એવી અપેક્ષા છે કે ટેસ્લા મૉડલ S, 3, X અને Yને સ્થાનિક રીતે એસેમ્બલ કરી શકે છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI