Gadar 2 OTT Release: સની દેઓલ (Sunny Deol) અને અમિષા પટેલની (Ameesha Patel) ફિલ્મ ગદર 2એ બૉક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો હતો. આ ફિલ્મે બહુ ઓછા સમયમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ગદર 2ને લઈને લોકોમાં ખુબ ક્રેઝ ઉભો કર્યો છે. તે આ ફિલ્મ અનેકવાર લોકો જોઈ રહ્યા છે. આ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. થિયેટર પછી લોકો આ ફિલ્મને OTT પર જોવા માટે પણ ઉત્સુક છે. જો તમે પણ ગદર 2 ની OTT રિલીઝની રાહ જોઈ રહ્યા છો, તો અમે તમારા માટે એક અપડેટ લઈને આવ્યા છીએ.


અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત ગદર 2 એ અત્યાર સુધી કેટલાય રેકોર્ડ તોડ્યા છે. આશા છે કે આ ફિલ્મ OTT પર પણ અનેક રેકોર્ડ તોડી શકે છે. લોકોએ OTT માટે થોડી રાહ જોવી પડશે. નિયમ પ્રમાણે, કોઈપણ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયાના ચાર અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે, પરંતુ ગદર 2 સાથે આવું નહીં થાય.


ક્યારે ઓટીટી પર રિલીઝ થશે ગદર 2 - 
ગદર 2ના નિર્માતાએ ETimes સાથેની ખાસ વાતચીતમાં તેની રિલીઝ ડેટ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ગદર 2 તેની રિલીઝના ઓછામાં ઓછા બે મહિના પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. OTT રિલીઝ ડેટ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. દિવાળીના સમયે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી શકે છે.


આ પ્લેટફોર્મ પર થશે રિલીઝ - 
ગદર 2 જી5 પર રિલીઝ થઈ શકે છે કારણ કે તે ફિલ્મના સહ-નિર્માતા છે. નિર્માતાએ જણાવ્યું કે ઝી પાસે ફિલ્મના ડિજિટલ અને સેટેલાઇટ બંને રાઇટ્સ છે. તે બૉક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે જેના કારણે ડિજિટલ સ્ટ્રીમિંગમાં વિલંબ થઈ રહ્યો છે.


ગદર 2 વિશે વાત કરીએ તો, આ ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ સાથે ઉત્કર્ષ શર્મા અને મનીષ વાધવા મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. મનીષે આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.