Mahindra Thar Roxx Price:  મહિન્દ્રા થાર રોક્સ ઓગસ્ટ મહિનામાં લોકો વચ્ચે લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ 3જી ઓક્ટોબરથી આ કારનું બુકિંગ શરૂ કર્યું હતું. થાર રોક્સનું બુકિંગ શરૂ થતાં જ લોકોમાં આ કારને લઈને ઘણો ક્રેઝ જોવા મળ્યો હતો. આ ઑફ-રોડ SUVનું બુકિંગ સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું અને માત્ર 60 મિનિટમાં જ ઑટોમેકર્સને 1.76 લાખ યુનિટ્સનું બુકિંગ મળી ગયું હતું. આ બમ્પર બુકિંગના કારણે લોકોના હાથમાં કારની ચાવી આવવામાં સમય લાગી શકે છે.


મહિન્દ્રા થાર રોક્સ માટે ક્યાં સુધી રાહ જોવી પડશે?
મહિન્દ્રા થાર રોક્સ આ વર્ષના સૌથી લોકપ્રિય લોન્ચ કરાયેલા વાહનોમાંથી એક છે. લોકો પહેલાથી જ 3-ડોરના થારના દિવાના હતા, પરંતુ આ 5-ડોરના મોડલના આવવાથી લોકોને આ કારમાં બીજો વિકલ્પ મળ્યો છે. મહિન્દ્રાએ થાર રોક્સનું ઓનલાઈન તેમજ ડીલરશીપ દ્વારા બુકિંગ શરૂ કર્યું છે.


પ્રથમ કલાકમાં મહિન્દ્રાએ 1,76,218 વાહનોનું ઓનલાઈન બુકિંગ મેળવ્યું 


પ્રથમ કલાકમાં મહિન્દ્રાએ 1,76,218 વાહનોનું ઓનલાઈન બુકિંગ મેળવ્યું હતું. ઑફલાઇન બુકિંગ સાથે આ આંકડો વધી શકે છે. કંપની આ કારની ડિલિવરી શનિવાર, 12 ઓક્ટોબર, દશેરાના દિવસે શરૂ કરશે. કંપની દ્વારા આગામી ત્રણ અઠવાડિયામાં ડિલિવરીનું સમયપત્રક પણ જારી કરવામાં આવશે.


મહિન્દ્રા થાર રોક્સ એન્જિન
થાર રોક્સ એક ઓફ-રોડ એસયુવી છે. આ વાહનનું પેટ્રોલ વેરિઅન્ટ માત્ર 2-વ્હીલ ડ્રાઇવ સાથે ઉપલબ્ધ છે. આ SUVમાં 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન સાથે, મેન્યુઅલ ટ્રાન્સમિશન પર 162 hpનો પાવર અને 330 Nmનો ટોર્ક ઉપલબ્ધ છે. જ્યારે, ઓટોમેટિક ટ્રાન્સમિશન પર 177 hp પાવર અને 380 Nm ટોર્ક જનરેટ થાય છે.


મહિન્દ્રા થાર રોક્સમાં 2.2-લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ છે, જે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને પર 152 એચપી પાવર અને 330 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. ડીઝલ એન્જિન વેરિઅન્ટમાં 4 WD વિકલ્પ પણ ઉપલબ્ધ છે.


Thar Roxxની કિંમત
મહિન્દ્રા થાર રોક્સ સાત કલર વેરિઅન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. આ કારમાં 26.03-સેન્ટીમીટર ટ્વીન ડિજિટલ સ્ક્રીન છે. વાહનમાં પેનોરેમિક સ્કાયરૂફ પણ આપવામાં આવ્યું છે. આ મહિન્દ્રા SUVની એક્સ-શોરૂમ કિંમત 12.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 22.49 લાખ રૂપિયા સુધી જાય છે.


આ પણ વાંચો...


Nissan: શાનદાર ફીચર્સ સાથે લોન્ચ થઈ નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટ, જાણો કિંમત 


Car loan Information:

Calculate Car Loan EMI