New Nissan Magnite Price: નિસાન ઈન્ડિયાએ મેગ્નાઈટ ફેસલિફ્ટને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. નિસાન મેગ્નાઈટ વર્ષ 2020માં પ્રથમ વખત ભારતમાં આવી હતી. ત્યારથી કંપનીએ આ કારના 1.50 લાખથી વધુ યુનિટ વેચ્યા છે. હવે Nissan Magnite ઘણા અપડેટ્સ સાથે માર્કેટમાં લાવવામાં આવી છે.
નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટમાં શું ખાસ છે ?
નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટ મોર્ડન અને ડાયનેમિક ડિઝાઇન સાથે લાવવામાં આવી છે. નિસાનની આ કારમાં R16 ડાયમંડ કટ એલોય વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેગ્નાઈટ ફેસલિફ્ટને નવો કલર સનરાઈઝ કોપર ઓરેન્જ આપવામાં આવ્યો છે. આ SUVને કુલ 13 કલર સાથે લૉન્ચ કરવામાં આવી છે, જેમાં 8 મોનોટોન અને 5 ડ્યુઅલ ટોન કલર વેરિઅન્ટનો સમાવેશ થાય છે. નિસાન કારને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.
નિસાનની આ કારની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ક્લસ્ટર આયનાઇઝર લગાવવામાં આવ્યું છે. આ ઉપકરણની મદદથી વાહનની અંદરની હવાને સાફ કરી શકાય છે. તેની સાથે હાનિકારક બેક્ટેરિયાને પણ દૂર કરી શકાય છે.
નિસાન મેગ્નાઈટની પાવર
નિસાન મેગ્નાઈટના અપડેટેડ મોડલના પાવરટ્રેનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ કાર 1.0-લિટર ટર્બો એન્જિન સાથે ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કાર એન્જિન સાથે ફીટ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 20 kmplની માઈલેજ આપશે અને CVT સાથે આ કાર 17.4 kmplની માઈલેજ આપી શકે છે.
મેગ્નાઈટ ફેસલિફ્ટના સેફ્ટી ફિચર્સ
નિસાને ખાસ કરીને આ કારમાં સેફ્ટી ફીચર્સ પર ધ્યાન આપ્યું છે. તેના લોન્ચિંગ ઈવેન્ટમાં કંપનીએ કહ્યું કે 55 થી વધુ સેફ્ટી ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 6 એરબેગ્સ પણ સામેલ છે. આ સાથે વાહન ડાયનેમિક કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ અને હિલ આસિસ્ટ સિસ્ટમની સુવિધાઓ પણ આપવામાં આવી છે.
નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટ કિંમત
નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટમાં ઘણી સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવી છે. કંપની આ કારમાં 336 લીટર બૂટ સ્પેસ આપી રહી છે. નવા ફીચર્સ હોવા છતાં આ કારની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. Nissan Magnite ફેસલિફ્ટની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Car loan Information:
Calculate Car Loan EMI