મહિન્દ્રાએ તાજેતરમાં જ તેના ગ્રાહકોને GST 2.0 નો સંપૂર્ણ લાભ આપવાની જાહેરાત કરી છે. આ પછી કંપનીની એન્ટ્રી લેવલ Mahindra XUV 3XO કાર ખરીદવી પણ સસ્તી થઈ ગઈ છે. જો તમે આવનારા સમયમાં આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે GST ઘટાડા પછી આ કાર કેટલી સસ્તી થવા જઈ રહી છે ?
GST ઘટાડા પછી હવે તમને Mahindra XUV 3XO ના બેઝ MX1 પેટ્રોલ વેરિઅન્ટની કિંમત માત્ર રૂ. 7.30 લાખ (એક્સ-શોરૂમ) માં મળશે. કંપનીએ તેના બેઝ વેરિઅન્ટની કિંમતમાં રૂ. 70,600નો ઘટાડો કર્યો છે. Mahindra XUV 3XO MX1 પેટ્રોલ વેરિઅન્ટ એ SUV લાઇનઅપનું બેઝ મોડેલ છે, જે સસ્તા ભાવે ઉપલબ્ધ છે અને 5-સ્ટાર સેફ્ટી પણ આપે છે.
Mahindra XUV 3XO ના ફીચર્સ
આ કારમાં ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ટ્વીન HD ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફુલ્લી ડિજિટલ ક્લસ્ટર, 7-સ્પીકર ઓડિયો સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવા ફીચર્સ શામેલ છે. તેને 5-સ્ટાર NCAP રેટિંગ મળ્યું છે અને તેમાં 6 એરબેગ્સ છે.
કારની પાવરટ્રેન
મહિન્દ્રાએ તાજેતરમાં XUV 3XO શ્રેણીમાં ત્રણ નવા વેરિયન્ટ્સ ઉમેર્યા છે - REVX M, REVX M (O) અને REVX A. આ કાર હવે ત્રણ એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાંથી પહેલું 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 109 bhp પાવર અને 200 Nm ટોર્ક જનરેટ કરે છે.
બીજો વિકલ્પ 1.2 લિટર TGDi ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 129 bhp પાવર અને 230 Nm ટોર્ક જનરેટ કરે છે. ત્રીજો વિકલ્પ 1.5 લિટર ડીઝલ એન્જિન છે, જે 115 bhp પાવર અને 300 Nm શક્તિશાળી ટોર્ક જનરેટ કરે છે. આ બધા એન્જિન વેરિયન્ટ્સ સાથે ગ્રાહકને 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ ઓટોમેટિક અને AMT ગિયરબોક્સનો વિકલ્પ મળે છે, જેથી તેઓ તેમની ડ્રાઇવિંગ શૈલી અને જરૂરિયાત અનુસાર ટ્રાન્સમિશન પસંદ કરી શકે.
GST કાઉન્સિલની 56મી બેઠકમાં હાલના ચાર-સ્તરીય કર દર માળખાને બદલે 5% અને 18% ના બે કર સ્લેબને મંજૂરી આપવામાં આવી છે. ટેક્સ સ્લેબ ચારથી ઘટાડીને બે કરવામાં આવ્યો અને 28 ટકા અને 12 ટકાના GST સ્લેબ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા. હવે આવનારા દિવસોમાં તહેવારની સિઝન દરમિયાન લોકો કારની ખરીદી કરશે, આ તહેવારોમાં કાર ખૂબ જ સસ્તી થઈ જવાની છે.
Car loan Information:
Calculate Car Loan EMI