નવી દિલ્હીઃ અપકમિંગ Mahindra XUV700 સૌથી બહુપ્રતિષ્ઠિત SUVsમાંની એક છે. આ વર્ષના અંતમાં ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. કાર નિર્માતાએ હવે આ SUV વિશે ટીઝર જાહેર કરી દીધુ છે. XUV700 Mahindra માટે ફ્લેગશિપ અને ટેકનોલૉજીના હિસાબથી અત્યાર સુધીની સૌથી એડવાન્સ SUV હશે. આ પહેલાથી જ XUV700ના બે ફિચર્સ વિશે જાણીએ, જે આપણી સાથે શેર કરવામા આવ્યા છે, જાણો વિગતે...... 


મળશે સૌથી મોટુ સનરૂફ- 
આમાં પહેલુ છે સ્કાયરૂફ જેને Mahindra XUV700માં સનરૂફ કહેવામાં આવે છે. Mahindraએ દાવો કર્યો છે કે XUV700માં પોતાની કેટેગરીમાં સૌથી મોટુ સનરૂફ આપી રહી છે. આ સનરૂફનુ ડાયમેન્શન 1360 mm X 870 mm છે. વળી, આની બીજુ મોટુ ફિચર છે ટેકનોલૉજી ઓન-બોર્ડ. Mahindra XUV700માં સેગેમેન્ટમાં વૉઇસ એલર્ટની સાથે ફર્સ્ટ ટેકનોલૉજી હશે. તમે Mahindra XUV700 માં સ્પીડિંગ વૉઇસ એલર્ટને કસ્ટમાઇઝ કરી શકો છો. 


સ્પીડ વૉર્નિંગ એલર્ટ છે ખાસ- 
મહેન્દ્રાની આ એસયુવીમાં તમને કોઇ નજીકના એટલે કે પત્ની, માતા-પિતા કે પોતાના બાળકોના અવાજમાં સ્પીડ વૉર્નિંગ એલર્ટ મળશે. આ ઉપરાંત Mahindra XUV700ના હેડલેમ્પ્સ બીજુ એક સારુ ફિચર છે, જેવી કાર રાતના અંધારામાં 80 કિમી પ્રતિ કલાકની સ્પીડને પાર કરશે આ ફિચર એક્ટિવ થઇ જશે. Mahindra XUV700ના બે એન્જિનો ઓપ્શનની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે, અને આ બન્ને ની સાથે ઓટોમેટિક ઓપ્શન પણ આપવામાં આવશે.


કોરોનાનો માર છતાં મહિન્દ્રાની આ કારનુ થયુ જોરદાર વેચાણ.....
મહિન્દ્રા - વર્ષ 2020-21 નાણાંકીય વર્ષમાં મહિન્દ્રાના વાહનમાં સેલમાં કમી આવી છે. મહિન્દ્રાની કારના વેચાણમાં એક લાખ સુધીનો ઘટાડો આવ્યો છે. મહિન્દ્રાની સેકન્ડ જનરેશન થારને લોકોએ પસંદ કરી, પરંતુ કોરોના મહામારીના કારણે કંપની પોતાની નવી પ્રૉડક્ટ્સ વધુ લૉન્ચ ના કરી શકી. મહિન્દ્રાનો માર્કેટ શેર 5.35% રહ્યો, જે ગયા નાણાંકીય વર્ષથી ઓછો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના મારની વચ્ચે પણ મહિન્દ્રા થારના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. 


 


Car loan Information:

Calculate Car Loan EMI