Maruti Eeco: મારુતિ સુઝુકી તરફથી એક ખરાબ સમાચાર છે.  કંપની તેના 7 સીટર મલ્ટી પર્પઝ વ્હીકલ Eecoને બંધ કરી રહી છે. Rushlaneના એક રિપોર્ટ અનુસાર, મારુતિ Eecoના હાલના વેરિઅન્ટને બંધ કરી રહી છેકંપની દિવાળીની આસપાસ ન્યૂ જનરેશન ઇકો લોન્ચ કરશે. કંપનીએ સૌપ્રથમવાર 2010માં Eeco લોન્ચ કર્યું હતું. કોમર્શિયલ વ્હીકલ તરીકે આ કારની ભારે માંગ છે. આ મોડલને બંધ કરવા પાછળનું કારણ સલામતી પણ છે. NCAPના ક્રેશ ટેસ્ટમાં આ કારને ઝીરો રેટિંગ મળ્યું છે. એવી અપેક્ષા છે કે નવી પેઢીની Eeco વધુ સારી સુરક્ષા સુવિધાઓ સાથે આવશે.


ક્યારે કરશે નવું વર્ઝન લોન્ચ


મારુતિ સુઝુકી વર્ષના અંતમાં નવી પેઢીની Eeco લોન્ચ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે તેને તહેવારોની સિઝનમાં લોન્ચ કરવામાં આવશે. તે તેના સેગમેન્ટની એકમાત્ર કાર છે. એટલે કે તેની સાથે સ્પર્ધા કરવા માટે અન્ય કોઈ મોડલ નથી. આવી સ્થિતિમાં, ઇકો સાથે સીધી સ્પર્ધા થશે નહીં. આવી સ્થિતિમાં, તે PV અને CV બંને સેગમેન્ટમાં વધુ સારું વેચાણ હાંસલ કરી શકે છે.




ગયા વર્ષે 19,731 યુનિટ કર્યા હતા રિકોલ


મારુતિ Eeco ના વ્હીલ રિમ સાઈઝ ખોટી રીતે બનાવવામાં આવી હતી. આ તમામ વાહનોનું ઉત્પાદન 19 જુલાઈ 2021થી 5 ઓક્ટોબર 2021 વચ્ચે કરવામાં આવ્યું હતું. આ ખામીને કારણે વાહનની કામગીરી અને સુરક્ષાને અસર થઈ રહી હતી. જેના કારણે કંપનીએ Eecoના 19,731 યુનિટ રિકોલ કર્યા હતા. નવી મારુતિ સુઝુકી Eeco હવે 2 એરબેગ્સ, પાછળના પાર્કિંગ સેન્સર અને ABS એટલે કે આગળના ભાગમાં એન્ટિલોક બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. તેમાં એર કન્ડીશન પણ છે.


Eecoમાં 1.2-લિટર એન્જિન


Eeco 1.2-લિટર એન્જિન દ્વારા સંચાલિત છે જે 72 Bhp પાવર અને 98 Nm પીક ટોર્ક બનાવે છે. કંપની આ એન્જિન સાથે 5-સ્પીડ ગિયરબોક્સ આપે છે. MPV ફેક્ટરી-ફીટેડ CNG કિટ સાથે પણ ઓફર કરવામાં આવે છે જે 62 Bhp પાવર અને 85 Nm પીક ટોર્ક બનાવે છે. કંપનીએ પેટ્રોલ મોડલમાં આ MPVની માઈલેજ 16.11 km/l હોવાનો દાવો કર્યો છે, જ્યારે CNG મોડલમાં આ માઈલેજ વધીને 20.88 km/kg થઈ જાય છે.


Car loan Information:

Calculate Car Loan EMI