Jaipur Crime News: જયપુરમાં એક મોટી ઘટના સામે આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોના શબ મળ્યા છે. જાણકારી મુજબ બે માસુમો સાથે ત્રણ પરિણીતાએ લાપતા થઈ હતી. જે તમામના મૃતદેહ કુવામાંથી મળી આવ્યા છે. જે બાદ સનસનાટી મચી ગઈ હતી. સૂચના મળતાં પોલીસ પહોંચી ગઈ હતી. કૂવામાં લાશ હોવાની વાત વાયુવેગે પ્રસરતાં લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.
બે દિવસ પહેલા એક જ પરિવારના પાંચ લોકો લાપતા થયાની મળી હતી સૂચના
પોલીસે મૃતહેદ બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી. ઘટનાની દરેક રીતે તપાસ કરવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ બે દિવસ પહેલા બપોરના સમયે આ ગામના એક જ પરિવારના પાંચ લોકો લાપતા થયા હોવાની સૂચના મળી હતી.
લાપતા લોકોમાં 27 વર્ષની કાલુ દેવી મીણા તેની નાની બેહન મમતા મીણા (ઉ.વ.23) અને સૌથી નાની બહેન કમલા મીણા (ઉ.વ.20) છે. ત્રણેય બહેનો બે બાળકોને લઇ બપોરે માર્કેટ જવાનું કહીને નીકળી હતી. જે બાદ મોડી સાંજ સુધી પરત ફરી નહોતી. પરિવારજનોએ રાત ભર શોધખોળ શરૂ કરી હતી પરંતુ ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી. મામલાની ગંભીરતા સમજીને પોલીસે સમગ્ર શહેરમાં ફોટો સર્કુલેટ કરી દીધા હતા.
પરિવારમાં શોકનો માહોલ
પોલીસ મામલાની તપાસ કરી રહી છે. આજે સવારે કુવામાંથી પાંચ શબ મળતાં હડકંપ મચી ગયો હતો. પોલીસના કહેવા મુજબ લાશ બે દિવસથી અહીં પડી હતી. બોડી ફૂલી ગઈ છે. સુસાઈડ કે હત્યાની દિશામાં તપાસ થઈ રહી છે. મૃતદેહ મળતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો..........
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ
ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે