Grand Vitara and Toyota Hyryder with ADAS: SUV સેગમેન્ટમાં અગ્રણી કંપની બન્યા બાદ મારુતિ સુઝુકી હવે સેફ્ટી તરફ વધુ ધ્યાન આપી રહી છે. કંપની હવે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેના ફ્લેગશિપ ગ્રાન્ડ વિટારા સાથે લેવલ 2 ADAS (Advanced Driver Assistance Systems ) સ્યુટ જેવી સેફ્ટી સિસ્ટમ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જે તેને કિઆ સેલ્ટોસ, હોન્ડા એલિવેટ અને એમજી એસ્ટર જેવા તેના મુખ્ય હરીફોની નજીક લઈ જશે. જ્યારે ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડરમાં પણ આ જ ટેક્નોલોજી ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.


Grand Vitara અને Hyrider ને લેવલ 2 ADAS મળશે


હાલમાં, ટોયોટા અને સુઝુકી વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના ભાગ રૂપે ગ્રાન્ડ વિટારા અને અર્બન ક્રુઝર હાઇરાઇડરનું ઉત્પાદન ટોયોટાના બિદાદી પ્લાન્ટમાં કરવામાં આવે છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે ADAS-સજ્જ ગ્રાન્ડ વિટારા અને Hyrider 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં લોન્ચ થવાની હતી, જેમાં ટોયોટા  સામે ચિપની અછતને કારણે વિલંબ થયો છે. એવી અપેક્ષા છે કે ADAS સજ્જ ગ્રાન્ડ વિટારા અને Hyrider આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ થઈ શકે છે. ટોયોટાએ ગ્રાન્ડ વિટારા અને હાઈરાઈડર બંને માટે રડાર, સેન્સર્સ અને કેમેરા જેવા મુખ્ય ઈલેક્ટ્રોનિક કંપોનેંટ્સ માટે મોટો ઓર્ડર આપ્યો છે.


કિંમત વધારે હશે


ગ્રાન્ડ વિટારા અને હાઇરાઇડરના ADAS સજ્જ વેરિઅન્ટની કિંમતમાં પણ વધારો થવાની શક્યતા છે અને તે રૂ. 50,000 થી રૂ. 75,000 વધુ હોઈ શકે છે. જો કે, આ ટેક્નોલોજી માત્ર ટોપ-સ્પેક ટ્રીમ્સમાં જ જોવા મળે તેવી શક્યતા વધુ છે. અહેવાલ મુજબ, મારુતિ સુઝુકી હાલમાં ICAT ના માનેસર ટ્રેક પર પરીક્ષણ માટે ICAT સાથે વાતચીત કરી રહી છે.


ફિચર્સ


અપડેટેડ મોડલમાં ઇન્ફોટેનમેન્ટ માટે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 9-ઇંચ સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન સિસ્ટમ મળશે. તે હેડ-અપ ડિસ્પ્લે, 360-ડિગ્રી કેમેરા અને 40 થી વધુ ફિચર્સ સાથે સુઝુકી કનેક્ટ પણ મેળવે છે જેમાં એલેક્સા સ્કિલ અને સ્માર્ટવોચ કનેક્ટિવિટીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તેમાં કલર હેડ-અપ ડિસ્પ્લે પણ છે જે સ્પીડ, ફ્યુઅલ ઈકોનોમી અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન ઈન્ડિકેટર્સ પ્રદાન કરે છે. મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારામાં વિસ્તૃત સેફ્ટી ફિચર્સ પણ છે, જેમાં કુલ 6 એરબેગ્સ, હિલ હોલ્ડ અસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી મેનેજમેન્ટ સાથે પાછળની ડિસ્ક બ્રેક્સનો સમાવેશ થાય છે.


પાવરટ્રેન


ગ્રાન્ડ વિટારા અને અર્બન ક્રુઝર હાઇરાઇડર બંનેને ટોયોટા દ્વારા વિકસિત મજબૂત-હાઇબ્રિડ પાવરટ્રેન્સ અને AWD પાવરટ્રેન્સ મળે છે. તે 1.5 લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે  જે સિંક્રનસ એસી મોટર સાથેનું  જે ક્રમશ 5,500 rpm પર 79 એચપી પાવર અને 4,400-4,800 આરપીએમ પર 112 Nm ટોર્ક અને 3,995 આરપીએમ પર 79 એસપી પાવર અને  141 Nm ટોર્ક જનરેટ કરે છે. હાઇબ્રિડ સિસ્ટમ સાથે આ સેટઅપ 114 HP અને 141 NMનું આઉટપુટ આપે છે. આ ઉપરાંત તેમાં 1.5 લિટર, 4 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન પણ છે, જે 6,000 rpm પર 103 hp પાવર અને 4,400 rpm પર 136.8 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટરના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. તેમાં 4 ડ્રાઇવિંગ મોડ્સ - ઓટો, સેન્ડ, સ્નો અને MT સાથે ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમનો વિકલ્પ છે. મારુતિ સુઝુકીની ADAS ટેક્નોલોજી મળ્યા બાદ આ કારની લોકપ્રિયતામાં વધુ વધારો થવાની આશા છે.  


Car loan Information:

Calculate Car Loan EMI