Navratri 2023: આજે નવલી નવરાત્રીનું આઠમું નોરતું છે. સૌ માઈ ભક્તો આસ્થાના આ પર્વના ધામધૂમથી ઉજવી રહ્યા છે. રાત્રે ખેલૈયાઓ મનભરીને ગરબે રમતા જોવા મળી છે. ક્યાંક ડીજેના તાલ સાથે તો ક્યાંક જૂની અર્વાચીન રીતે ગરબાનું આયોજન થઈ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના અનેક ગાયકો માતાના ગરબા ગાઈ રહ્યા છે.


 



આ દરમિયાન ખેડામાંથી એક ગાયક કલાકારનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને માઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કથિત ગુજરાતી કલાકાર ઉર્વશી સોલંકીએ માતાની આરાધનાના ઉત્સવને લાંછન લગાવ્યું છે. તેમણે કહ્યું કે, વેલેન્ટાઇનમાં નહીં તો , નવરાત્રીમાં કરો સેટિંગ. 9 દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય.


લોકોએ આ અંગે કહ્યું કે, આ સેલિબ્રિટી નવરાત્રી નહીં પરંતુ આપણા પવિત્ર તહેવારને લવરાત્રીમાં સમજી રહ્યા છે. કથિત વાઇરલ વીડિયો ગુજરાતના નડિયાદના ડેરી રોડ ઉપર આવેલા મા શક્તિ ઉત્સવ નવરાત્રી મહોત્સવનો છે. આ કથિત વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઉર્વશી પાંચમા નોરતે નડિયાદમાં આવી હતી.


 






જેવા ઓ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેવી જ લોકોની પ્રતિક્રિયા સામે આવવા લાગી. લોકો સોશિયલ મીડિયા પર ઉર્વશી સામે રોષ ઠાલવી રહ્યા છે. પ્રતિ નામના ટ્વિટર એકાઉન્ટ પર લખવામાં આવ્યું કે, આ ઉર્વશી સોલંકી એમ કે છે કે નવરાત્રી "સેટિંગ" કરવાનો ઉત્સવ છે. જો નવમે દિવસે પણ તમે સિંગલ છો,તો તમે ગરબા જ રમ્યા છો.આ બેન ને ખબર પણ છે કે આપણી હિંદુ દીકરીઓને ફસાવવા માટે પંચર પુત્રો "વેશ" ધારણ કરીને ગરબામાં પહોંચે છે, પછી શું થાય છે? મૂર્ખ સ્ત્રી છે.


 






તો બીજી તરફ જસ્ટ હું નામના યુઝરે લખ્યું કે,નવરાત્રી માઁ જગત જનની શક્તિ અંબાજી ની આરાધનાનું પર્વ છે ના કે લફરા બાજી નું. આ મહિલાની માનસિકતા પર ખરેખર દયા આવે છે,..


 






જ્યારે Lincoln Sokhadia નામના એકઉન્ટ યૂઝરે લખ્યું કે, આ લોકો જ ઘોર ખોદી રહ્યા છે....આ મૂર્ખાઓને સારી રીતે સમજાવવું પડશે કે નવરાત્રી 'સેટિંગ કરવાનો' નહીં, 'માતાની આરાધના કરવાનો' ઉત્સવ છે. આ મહિલા કોણ છે, આ આયોજન ક્યાનું છે અને આયોજક કોણ છે તેની માહિતી આપવા વિનંતી છે...આયોજકો અને આ મહિલા સામે યથાયોગ્ય, ધર્મહિતમાં કાયદેસર પગલા લેવા જરૂરી છે.


તો સામે આવેલી વિગતો અનુસાર મા શક્તિ ગરબા ઉત્સવ, નડિયાદ ખાતે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના આયોજક સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ છે. હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત કલાકાર પાસે માફી મંગાવવાની પણ વાત કરી રહ્યા છે.