Maruti Grand Vitara Sales: ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી SUV કાર્સનો ક્રેઝ સતત વધી રહ્યો છે, અને મારુતિ સુઝુકીની પોપ્યુલર કાર 'ગ્રાન્ડ વિટારા' (Grand Vitara) ને લોકોની આ વધતી પસંદગીનો જબરદસ્ત ફાયદો મળ્યો છે. સપ્ટેમ્બર 2022 માં લોન્ચ થયા બાદથી જ ગ્રાન્ડ વિટારાએ બજારમાં ધૂમ મચાવી છે અને તાજેતરમાં તેણે 4 લાખ યુનિટ્સના વેચાણનો મોટો આંકડો પાર કરી લીધો છે. કંપનીના આંકડા મુજબ, જૂન 2026 સુધીમાં તેનું કુલ સ્થાનિક વેચાણ 4,01,007 યુનિટ્સ પર પહોંચી ગયું છે. આ ઉપરાંત કંપનીએ આ દમદાર SUV ના લગભગ 62,500 યુનિટ્સ વિદેશમાં પણ એક્સપોર્ટ (નિકાસ) કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ડ વિટારાનું વેચાણ મારુતિના પ્રીમિયમ 'Nexa' (નેક્સા) શોરૂમ દ્વારા કરવામાં આવે છે.

Continues below advertisement

ગ્રાન્ડ વિટારાની શાનદાર વેચાણ યાત્રા

લોન્ચિંગના પહેલા દિવસથી જ ગ્રાન્ડ વિટારાએ વેચાણની બાબતમાં મજબૂત પકડ જમાવી લીધી હતી. બજારમાં આવ્યાના માત્ર 12 જ મહિનામાં આ SUV એ 1 લાખ યુનિટ્સ વેચવાનો જાદુઈ આંકડો પાર કરી લીધો હતો. ત્યારપછી તેને 2 લાખ યુનિટ્સના વેચાણ સુધી પહોંચવામાં લગભગ 22 મહિના જેટલો સમય લાગ્યો. તે સમયે, ગ્રાન્ડ વિટારા મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં સૌથી ઝડપી 2 લાખનું વેચાણ કરનારી કાર બની ગઈ હતી.

Continues below advertisement

એપ્રિલ 2025 પછીના માત્ર 10 જ મહિનામાં, ગ્રાન્ડ વિટારાએ 2 લાખથી 3 લાખ વેચાણનો મોટો આંકડો પણ પાર કરી લીધો. આ સાથે જ તે 3 લાખના વેચાણ સુધી પહોંચનારી સૌથી ઝડપી મિડ-સાઇઝ SUV માંની એક બની ગઈ. આ ઝડપી વેચાણ દરમિયાન તેણે પ્રથમ પેઢીની લોકપ્રિય 'હ્યુન્ડાઇ ક્રેટા' (Hyundai Creta) ને પણ પાછળ છોડી દીધી હતી, જેને 2 લાખના વેચાણ સુધી પહોંચવામાં 25 મહિના લાગ્યા હતા.

નાણાકીય વર્ષ પ્રમાણે ગ્રાન્ડ વિટારાના વેચાણના આંકડા

ગ્રાન્ડ વિટારાના વેચાણમાં નાણાકીય વર્ષ (FY) મુજબ નોંધપાત્ર વધઘટ જોવા મળી છે:

FY 2023: 51,315 યુનિટ્સ વેચાયા.

FY 2024: વેચાણમાં બમ્પર ઉછાળો આવ્યો અને 12,1,169 યુનિટ્સ વેચાયા (લગભગ 136% નો સીધો વધારો).

FY 2025: આ ગ્રાન્ડ વિટારાનું સૌથી શ્રેષ્ઠ વર્ષ રહ્યું. આ વર્ષે 1,23,946 યુનિટ્સ વેચાયા (અગાઉના વર્ષ કરતા 2% વધુ).

FY 2026: વેચાણમાં થોડો ઘટાડો નોંધાયો અને આંકડો 83,849 યુનિટ્સ પર પહોંચ્યો (અગાઉના વર્ષ કરતા લગભગ 32% નો ઘટાડો).

ત્યારબાદ, એપ્રિલથી જૂન 2026 દરમિયાન ગ્રાન્ડ વિટારાના 20,728 યુનિટ્સ વેચાયા હતા. SIAM (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ) ના સત્તાવાર ડેટા અનુસાર, જૂન 2026 ના અંત સુધીમાં કુલ વેચાણ 4,01,007 યુનિટ્સને પાર કરી ગયું હતું.

આ પણ વાંચોઃ ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી

પેટ્રોલ, માઇલ્ડ-હાઇબ્રિડ, સ્ટ્રોંગ-હાઇબ્રિડ અને CNG વિકલ્પો

ગ્રાન્ડ વિટારાની આટલી ભારી લોકપ્રિયતા પાછળનું સૌથી મોટું કારણ તેમાં મળતા અલગ-અલગ પાવરટ્રેન વિકલ્પો છે. મારુતિ આ કારમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન, માઇલ્ડ-હાઇબ્રિડ ટેકનોલોજી, મજબૂત (સ્ટ્રોંગ) હાઇબ્રિડ સિસ્ટમ અને ફેક્ટરી-ફિટેડ CNG નો ઓપ્શન આપે છે.

આ કારના માઇલ્ડ-હાઇબ્રિડ વર્ઝનમાં 1462cc નું પાવરફુલ K15 એન્જિન આપવામાં આવ્યું છે, જે આશરે 100 bhp નો પાવર અને 135 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. એક ખાસ વાત એ છે કે, આ પાવરટ્રેનમાં ગ્રાહકોને 'ઓલ-વ્હીલ ડ્રાઇવ' (AWD) નો વિકલ્પ પણ મળે છે.

શા માટે આ કાર આટલી ખાસ છે?

ગ્રાન્ડ વિટારાનું 'સ્ટ્રોંગ હાઇબ્રિડ' (Strong Hybrid) મોડેલ એવા ગ્રાહકોની પહેલી પસંદ છે, જેઓ પેટ્રોલ કારમાં પણ જબરદસ્ત માઇલેજ ઈચ્છે છે. હાઇબ્રિડ સિસ્ટમ પેટ્રોલ એન્જિનને પાવરફુલ ઇલેક્ટ્રિક મોટર અને બેટરી સાથે જોડે છે. કારની જરૂરિયાત મુજબ તે ક્યારેક પેટ્રોલ એન્જિન પર, ક્યારેક ઇલેક્ટ્રિક મોટર પર તો ક્યારેક બંનેના મિશ્રણ પર ચાલે છે.

ગાડી ચલાવતી વખતે સિસ્ટમ દ્વારા કારની બેટરી ઓટોમેટિક ચાર્જ થતી રહે છે. ટ્રાફિકમાં અથવા ઓછી સ્પીડ પર આ કાર માત્ર ઇલેક્ટ્રિક મોટર પર ચાલે છે, જેનાથી પેટ્રોલની ખૂબ બચત થાય છે અને એકદમ શાંત ડ્રાઇવિંગ અનુભવ મળે છે.

આ પણ વાંચોઃ ₹200000 લાખ આપી ઘરે લાવો Hyundai Creta EV: જાણો દર મહિને કેટલી આવશે EMI

દમદાર માઇલેજના આંકડા:

સ્ટ્રોંગ હાઇબ્રિડ e-CVT: 27.97 કિમી/લિટર માઇલેજ આપે છે.

માઇલ્ડ-હાઇબ્રિડ મેન્યુઅલ: 21.11 કિમી/લિટર

માઇલ્ડ-હાઇબ્રિડ ઓટોમેટિક: 20.58 કિમી/લિટર

માઇલ્ડ-હાઇબ્રિડ (AWD) મેન્યુઅલ: 19.38 કિમી/લિટર

ફુલ ટાંકીમાં સળંગ 1200 કિલોમીટરની મુસાફરી!

ગ્રાન્ડ વિટારાની સૌથી મોટી તાકાત તેની ગજબની માઇલેજ અને રેન્જ છે. તેમાં મળતી વિવિધ પાવરટ્રેન ટેકનોલોજી અને ફ્યુઅલ ટાંકીની કેપેસિટીને જોતા, કંપનીનો દાવો છે કે આ SUV ફુલ ટાંકી કરાવ્યા પછી 1200 કિલોમીટર સુધી લાંબી મુસાફરી આસાનીથી કરી શકે છે! આ જ કારણ છે કે લાંબા અંતરની મુસાફરી કરનારા પરિવારો અને ગ્રાહકો માટે ગ્રાન્ડ વિટારા એક ખૂબ જ આકર્ષક અને પૈસા વસૂલ વિકલ્પ બની ગઈ છે.


Car loan Information:

Calculate Car Loan EMI