India Weather Alert August 2026: દેશભરમાં હવામાનનો મિજાજ ફરી એકવાર બગડ્યો છે. 9 ઓગસ્ટના રોજ હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની અત્યંત ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી 14 થી 15 કલાકમાં દેશના કેટલાક વિસ્તારોમાં 70 કિમી/કલાકની ભયંકર ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. પહાડી રાજ્યોમાં ધોધમાર વરસાદના કારણે ભૂસ્ખલન (Landslide) અને મેદાની વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે, તેથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળીને ઘરમાં કે સુરક્ષિત સ્થળોએ જ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.

Continues below advertisement

શા માટે અચાનક બદલાયું હવામાન?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના દરિયાકાંઠે ગંગાના મેદાની વિસ્તારોમાં એક નવું 'લો-પ્રેશર' (ઓછું દબાણ) સર્જાવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં 'સાયક્લોનિક સર્ક્યુલેશન' (ચક્રવાતી પરિભ્રમણ) ચાલુ છે. આ બંને હવામાન સિસ્ટમ્સ ભેગી થવાથી પૂર્વ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર અચાનક વધી જશે.

Continues below advertisement

ભારે વરસાદથી પહાડોમાં રસ્તાઓ બ્લોક થવા અને ભેખડો પડવાની પૂરી શક્યતા છે. જ્યારે પૂર્વ ભારતમાં ગાજવીજ અને વીજળી પડવાથી સ્થિતિ વધુ વણસી શકે છે. ઉત્તર ભારતમાં પણ જોરદાર પવનથી મોટા વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થવાનો ડર છે. જેને પગલે નદી-જળાશયો પાસે રહેતા લોકો, ખેડૂતો અને માછીમારોને સુરક્ષિત સ્થળોએ જતા રહેવા એલર્ટ કરાયા છે.

આ 15 રાજ્યોમાં છે ખતરાની ઘંટી

IMD ના લેટેસ્ટ અપડેટ મુજબ, ઉત્તર ભારતથી લઈને મધ્ય અને પૂર્વ ભારતમાં હવામાન ખરાબ રહેશે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

રાજ્યવાર હવામાનની વિસ્તૃત માહિતી (9 ઓગસ્ટ):

દિલ્હી: રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. અહી 30 થી 40 કિમી/કલાકની ઝડપે સુસવાટા મારતા પવન ફૂંકાઈ શકે છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશ (UP): યુપીના મેરઠ, હાપુડ, નોઈડા, મથુરા, આગ્રા, બુલંદશહેર, અલીગઢ, ઝાંસી, ઇટાવા, ફિરોઝાબાદ, કાનપુર, સોનભદ્ર, મિર્ઝાપુર, ગાઝીપુર, બલિયા, બાંદા, પ્રયાગરાજ, ગોરખપુર અને દેવરિયા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ અને 50 થી 55 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી છે. લખનૌમાં તાપમાન 34 થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

બિહાર: ગયા, પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, રોહતાસ, નવાદા, બાંકા, લખીસરાય, મુંગેર, નાલંદા, બક્સર, સિવાન, વૈશાલી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, અરરિયા, કિશનગંજ, કટિહાર, બેગુસરાય, સહરસા અને સુપૌલમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. પટનાનું તાપમાન 34 થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

ઝારખંડ: રાંચી, રામગઢ, બોકારો, હજારીબાગ, જમશેદપુર, પલામુ, ખૂંટી અને દુમકામાં 50 થી 60 કિમી/કલાકની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે. રાંચીનું તાપમાન 30 થી 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જોવા મળશે.

ઉત્તરાખંડ: પહાડી વિસ્તારો બાગેશ્વર, રુદ્રપ્રયાગ, નૈનીતાલ, હરિદ્વાર, ઋષિકેશ, પિથોરાગઢ, અલ્મોડા અને પૌડી ગઢવાલમાં 30 થી 40 કિમી/કલાકની ઝડપે પવન અને વરસાદ ખાબકશે. દેહરાદૂનમાં તાપમાન 30 થી 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ખાસ સાવધાન રહેવું.

હિમાચલ પ્રદેશ (યલો એલર્ટ): કાંગડા, સિરમૌર, શિમલા, મંડી, ચંબા, કુલ્લુ અને સોલન માટે મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે. અહીં પવનની ગતિ 70 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. મનાલીમાં પારો ગગડીને મહત્તમ 16 અને લઘુત્તમ 12 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. પહાડી રસ્તાઓ પર પ્રવાસીઓને સાવચેતી રાખવા ખાસ સૂચના છે.

જમ્મુ અને કાશ્મીર: પૂંછ, મીરપુર, કુલગામ, જમ્મુ, કઠુઆ, શોપિયાં, ડોડા, રાજૌરી, કિશ્તવાડ અને અનંતનાગમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. શ્રીનગરમાં તાપમાન 28 થી 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. વરસાદને લીધે નદી-નાળાના જળસ્તર અચાનક વધવાનો ભય છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

પંજાબ: હોશિયારપુર, ભટિંડા, કપૂરથલા, મોહાલી, પટિયાલા, સંગરુર, બર્નાલા, અમૃતસર અને ચંદીગઢમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પવનની ગતિ 65 કિમી/કલાક સુધી જઈ શકે છે, જેથી ખેડૂતોને ખરાબ હવામાનમાં ખુલ્લા ખેતરમાં ન જવાની સલાહ અપાઈ છે.

રાજસ્થાન: ઝુંઝુનુ, સીકર, ચુરુ, કોટા, જાલોર, ભરતપુર, અજમેર, ઉદયપુર, જેસલમેર, જયપુર, ટોંક, દૌસા અને અલવરમાં ભારે વરસાદ અને 65 કિમી/કલાકની ઝડપે ધૂળભરી આંધી કે પવન ફૂંકાવાનું એલર્ટ છે. જયપુરનું તાપમાન 30 થી 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

મધ્ય પ્રદેશ: વિદિશા, નરસિંહપુર, છિંદવાડા, બાલાઘાટ, રીવા, ઇન્દોર, ભોપાલ, કટની, દમોહ, પન્ના, ટીકમગઢ, જબલપુર, સિઓની, ભીંડ અને છતરપુરમાં 60 કિમી/કલાકની ઝડપે પવન અને મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભોપાલમાં તાપમાન 28 થી 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.