Maruti Suzuki to hike prices of cars from January: દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ સોમવારે જાહેરાત કરી છે કે તે જાન્યુઆરી 2024થી તેની કારની કિંમતો વધારવા જઈ રહી છે. કંપનીએ તેની BSE ફાઈલિંગમાં જણાવ્યું છે કે વધતા દબાણને કારણે તેણે કારની કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું કે સતત વધી રહેલી મોંઘવારી અને કોમોડિટીની કિંમતોમાં વધારાને કારણે તે જાન્યુઆરી 2024થી તેના વાહનોની કિંમતો વધારવાની યોજના બનાવી રહી છે. જો કે કંપની ખર્ચ ઘટાડવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે અને કિંમતો વધારતી નથી, પરંતુ બજારમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે આવા પગલાં લેવા પડ્યા છે. મારુતિ સુઝુકી 2024 જાન્યુઆરીની તેની તમામ કારોમાં ભાવમાં વધારો કરેશે.         


મારુતિ સુઝુકી ભારતીય બજારમાં એન્ટ્રી-લેવલની નાની કાર અલ્ટોથી લઈને મલ્ટિ-યુટિલિટી વ્હીકલ ઈન્વિક્ટો સુધીના મોડલનું વેચાણ કરે છે, જેની કિંમત ₹3.54 લાખથી ₹28.42 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) વચ્ચે છે. જો કે, કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે કેટલો વધારો થશે.


આ વર્ષે પણ વધારો જોવા મળ્યો હતો


મારુતિ સુઝુકીએ આ વર્ષે 1 એપ્રિલે પણ તેના તમામ મોડલની કિંમતોમાં વધારો કર્યો હતો. અગાઉ જાન્યુઆરી 2023માં પણ કંપનીએ કહ્યું હતું કે તેણે તેના તમામ મોડલની કિંમતોમાં લગભગ 1.1%નો વધારો કર્યો છે.


કંપનીનો બિઝનેસ સતત વધી રહ્યો છે


મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) એ ઓક્ટોબરમાં 1,99,217 યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ છે. વાર્ષિક ધોરણે 19%ની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ઓક્ટોબર 2022માં 1,67,520 યુનિટ્સ મોકલવામાં આવ્યા હતા. કંપનીએ ઓક્ટોબરમાં 1,77,266 એકમોનું વેચાણ કર્યું હતું, જે અત્યાર સુધીનું શ્રેષ્ઠ સ્થાનિક માસિક પ્રદર્શન રહ્યું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1,47,072 યુનિટના વેચાણ કરતાં 21 ટકા વધુ છે.


MSIએ જણાવ્યું હતું કે ઓક્ટોબર 2023માં તેની નિકાસ 21,951 યુનિટ્સ હતી, જ્યારે ગયા વર્ષે તેણે આ જ મહિનામાં 20,448 યુનિટની નિકાસ કરી હતી. શુક્રવારે MSI ના શેર 0.072% ઘટીને ₹10,481 પર આવી ગયા છે, જોકે ગુરુ નાનક જયંતિ નિમિત્તે આજે સોમવાર, નવેમ્બર 27 ના રોજ બજાર બંધ હતું.  


Join Our Official Telegram Channel:     
https://t.me/abpasmitaofficial


 


Car loan Information:

Calculate Car Loan EMI