Car loan Information:
Calculate Car Loan EMIHyundai સિવાય Maruti Suzuki પોતાની આ કાર પર આપી રહી છે ડિસ્કાઉન્ટ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2020 05:32 PM (IST)
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની પોતાની પસંદગીની અનેક કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.
નવી દિલ્હી: દેશમાં ફેસ્ટિવ સીઝન નજીક છે. એવામાં કાર કંપનીઓનું ધ્યાન વધારે વેચાણ થાય તેના પર છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે કાર કંપનીઓને ખૂબ જ નુકસાન થયું છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની પોતાની પસંદગીની અનેક કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આવો જાણીએ કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ છે. Maruti Suzuki Dzire મારૂતિ આ કારને ઓક્ટોબરમાં ખરીદવા પર તમને આશરે 44,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 14000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 25 હજાર એક્સચેન્જ બોનસ અને 5,000 રૂપિયા કોર્પોરેટ બોનસ સામેલ છે. Maruti Suzuki S-Presso મારૂતિની નાની એસયૂવી પર પણ આ મહીને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એસ પ્રેસો 23 રૂપિયા ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ અને 5,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Maruti Suzuki Ecco મારૂતિ સુઝુકી ઈકો પર કંપની 38000 રૂપિયાની છૂટ આપી રહી છે. જેમાં 13000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ બોનસ, 20000 રૂપિયા એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયા કોર્પોરેટ બોનસ સામેલ છે. Maruti Suzuki Celerio આ સિવાય સેલેરિયો પર પણ કંપની છૂટ આપી રહી છે. આ કાર પર 53,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કંપની આપી રહી છે. જેમાં 28000 રૂપિયા કેશ, 20000 એક્સચેન્જ અને 5000 કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ