Electric Cars: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખી હવે ઓટો સેક્ટરમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. માટે વાહન ઉત્પાદકો ઇલેક્ટ્રિક સેગમેન્ટ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. માહિતી અનુસાર દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી તેની સૌથી વધુ વેચાતી ફેમિલી કાર મારુતિ સુઝુકી ઓમ્નીને ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં ફરી એકવાર લોંચ કરવાની તૈયારી કરી રહી છે.


મારુતિ ઓમ્ની 


કંપની આ કારના ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં પાવરફુલ બેટરી બેકઅપનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે આ કારની પાવર રેન્જ 300 કિમીથી 400 કિમી સુધીની હોઈ શકે છે.


મારુતિ ઓમની ઇલેક્ટ્રિક કાર ડિઝાઇન


થોડા સમય પહેલા ઓટોમોબાઈલ ક્ષેત્રના કેટલાક વિદ્યાર્થીઓએ સાથે મળીને ઓમ્ની કાર માટે કેટલીક ડિઝાઇન તૈયાર કરી હતી. માનવામાં આવે છે કે, કંપની ઓમનીના ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં આ ડિઝાઇનનો ઉપયોગ કરી શકે છે. હેડ લેમ્પ સાથે ઈન્ટીગ્રેટેડ એલઈડી ડીઆરએલ, બમ્પરની નીચે ફોગ લેમ્પ, એલઈડી ઈન્ડીકેટર્સ, બોડી કલર્ડ આઉટ રીવ્યુ વ્યુ મિરર્સ નવી ઓમનીમાં આપવામાં આવી શકે છે. તેવી જ રીતે કારના પાછળના ભાગમાં સ્લાઇડિંગ દરવાજાને અગાઉની માફક યથાવત રાખવામાં આવી શકે છે અને તેની પાછળની બાજુમાં LED ટેલ લાઇટ આપવામાં આવી શકે છે. જોકે સાઈઝના મામલે જરૂરથી ફેરફારો જોવા મળી શકે છે.


મારુતિ સુઝુકી લોન્ચ


મારુતિ સુઝુકીએ Omniના આ ઇલેક્ટ્રિક વેરિઅન્ટ માટે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. પરંતુ એવી અપેક્ષા છે કે તેને 2023 ના અંત સુધીમાં રજૂ કરવામાં આવશે. ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હોય કે ફોર વ્હીલર હવે લગભગ તમામ કંપનીઓ તેમના સૌથી વધુ વેચાતા વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવામાં લાગી ગઈ છે.


અન્ય વિકલ્પો


મારુતિ સુઝુકી તેની જ મારુતિનીને ઈકો કારને ટક્કર આપી શકે છે. આ ઉપરાંત બાકીની 7 સીટર કારનો પણ વિકલ્પ બની શકે છે.


ઓગસ્ટ 2020ની આ છે ટોપ 10 વેચાતી કાર, મારૂતી સ્વિફ્ટ, ઓલ્ટો, ક્રેટા સામેલ


ઓગસ્ટ 2020 ભારતીય ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું છે કારણ કે અહીં આપણે તમામ તહેવારોના સીઝનમાં એન્ટ્રી કરીએ છીએ. એવામાં કોરોનાના નુકસાનની ભરપાઈ માટે ઓગસ્ટ બાદના મહીના ખૂબ જ યોગ્ય સાબિત થઈ શકે છે. ગત મહીને 2.34 લાખથી વધુ યાત્રી કારનું વેચાણ થયું, જેમાં વર્ષે લગભગ 20 ટકાનો વધારો થઈ રહ્યો છે. ટોપ 10 વેચાણમાં એક મોટો સુધારો જોવા મળે તેવી આશા હતી અને અંતમાં કંઈક એવું જ જોવા મળ્યું. સ્વિફ્ટ કૉમ્પૈક્ટ હેચબેક ઓગસ્ટ 2020માં દેશમાં સૌથી વધુ વેચાતું મોડલ બન્યું, કંપનીએ પોતાની 14,869 યૂનિટનું વેચાણ કર્યું. જ્યારે ઓલ્ટો એન્ટ્રી-લેવલ હેચબેક કુલ 14,397 યૂનિટ સાથે બીજા સ્થાન પર રહી છે. વેગન આરએ ગત મહીને પોતાનું સારૂ પ્રદર્શન યથાવત રાખ્યું છે જેમાં 13,770 યૂનિટ નોંધાયા અને ડિઝાયર સબ-ફોર-મીટર સેડાન 13,629 યૂનિટ સાથે ચોથા સ્થાન પર રહી છે. ક્રેટાએ હ્યુંડાઈને આશરે 20 ટકા વોલ્યૂમ વૃદ્ધિ નોંધાવવામાં મદદ કરી કારણ કે આ 11,758 યૂનિટ સાથે પાંચમાં સ્થાન પર રહી છે. જ્યારે તેના સેકન્ડ જનરેશન મોડલની લોકપ્રિયતામાં સતત વધી રહી છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI