Discount on Maruti Suzuki Nexa Cars: વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા સપ્ટેમ્બર મહિનામાં તેમના નેક્સા લાઇનઅપના કેટલાક પસંદ કરેલા મોડલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ મોડલમાં બલેનો, ઇગ્નિસ અને સિયાઝ જેવી કારનો સમાવેશ થાય છે, જો કે ફોર્ડ, જિમ્ની અને ગ્રાન્ડ વિટારા જેવા અન્ય મોડલ્સ પર કોઈ ડિસ્કાઉન્ટ નથી આપવામાં આવી રહ્યું.  ચાલો જોઈએ કે કયા મોડલ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.


મારુતિ સુઝુકી ઇગ્નિસ


આ મહિને, મારુતિ સુઝુકી ઇગ્નિસના મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ મોડલ પર 65,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જ્યારે તેના ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડલ પર 55,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. નેક્સા લાઇન-અપમાં આ સૌથી સસ્તી પ્રોડક્ટ  છે. જેની એક્સ-શોરૂમ કિંમત 5.84 લાખથી 8.16 લાખ રૂપિયાની વચ્ચે છે. તેમાં મળેલું 1.2-લિટર પેટ્રોલ એન્જિન 83 bhpનો પાવર જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સનો વિકલ્પ છે. 



મારુતિ સુઝુકી બલેનો


આ મહિને, મારુતિ સુઝુકી બલેનોના પેટ્રોલ મેન્યુઅલ, ઓટોમેટિક અને CNG વેરિઅન્ટ્સ પર એક્સચેન્જ ઑફર સહિત રૂ. 35,000 સુધીનું કુલ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. 2જીથી 19મી સપ્ટેમ્બર વચ્ચે બુકિંગ કરાવવા પર 5,000 રૂપિયાનું વિશેષ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. મારુતિ સુઝુકી બલેનોને 90hp પાવર સાથે 1.2-લિટર પેટ્રોલ એન્જિન મળે છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. જ્યારે CNG સંચાલિત બલેનો ફક્ત મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે.



મારુતિ સુઝુકી સિયાઝ


Maruti Suzuki Ciaz ના તમામ વેરિયન્ટ્સ પર આ મહિને 48,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે ગયા મહિને આપવામાં આવેલા ડિસ્કાઉન્ટ જેવું જ છે. આ મધ્યમ કદની સેડાન બજારમાં સ્કોડા સ્લેવિયા, ફોક્સવેગન વર્ટસ, હ્યુન્ડાઇ વર્ના અને હોન્ડા સિટી જેવી કાર સાથે સ્પર્ધા કરે છે. Maruti Suzuki Ciaz 105hp પાવર સાથે 1.5-લિટર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, અને તે 5-સ્પીડ મેન્યુઅલ અથવા 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.  



મારુતિ સુઝુકી તેના મોડલ્સ ઈગ્નિસ, બલેનો અને સિયાઝ મોડલ્સ પર શાનદાર છૂટ આપી રહ્યું છે.  જો કે ફોર્ડ, જિમ્ની અને ગ્રાન્ડ વિટારા જેવા અન્ય મોડલ્સ પર કોઈ ડિસ્કાઉન્ટ નથી આપવામાં આવી રહ્યું.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial     


Car loan Information:

Calculate Car Loan EMI