જો તમે મર્સિડીઝ બેન્ઝ ખરીદી શકતા નથી, તો આ બ્રાન્ડની ઘણી વસ્તુઓ પણ છે જેને તમે ખરીદીને તમારા ઘરે લઈ જઈ શકો છો. હવે તમે વિચારતા હશો કે શું ખરેખર આવું છે, તો હા આ સાચું છે. તમને જાણીને નવાઈ લાગશે કે મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયા એક વર્ષમાં 50 કરોડ રૂપિયાની કમાણી કરે છે, જે કારના વેચાણ સિવાય છે.             


ET ઓટો સાથે વાત કરતા, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના MD અને CEO સંતોષ અય્યરે જણાવ્યું હતું કે ભારતમાં મોટી સંખ્યામાં ભારતીય ગ્રાહકો છે જેમની પાસે લક્ઝરી કાર ન હોય પરંતુ તેઓ ચોક્કસપણે એક ખરીદવા ઈચ્છે છે. આ જ કારણ છે કે તેઓ કીચેન, પરફ્યુમ અને મેમેન્ટો જેવી અન્ય બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે આમાં સૌથી વધુ વેચાતી વસ્તુ પરફ્યુમ છે.


કાર સિવાય કંપની આ વસ્તુઓનું પણ વેચાણ કરે છે


મર્સિડીઝ ઈન્ડિયાએ માર્ચ 2020માં તેનું ઓનલાઈન મર્ચેન્ડાઈઝ વેચાણ શરૂ કર્યું હતું. કાર ઉપરાંત, આ કંપની સ્કેલ મોડલ, બેગ, ટી-શર્ટ, કારના મોડલ, મોજા, પેન, જેકેટ્સ, ઇયરિંગ્સ અને અન્ય વસ્તુઓ વેચે છે. જો આ બ્રાન્ડની એક્સેસરીઝની કિંમત વિશે વાત કરીએ તો આ એક્સેસરીઝની કિંમત 2500 રૂપિયાથી શરૂ કરીને 1.5 લાખ રૂપિયા સુધીની છે. જેમાં કી ચેઈનથી લઈને એએમજી બેગ સુધીની ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. તમામ મર્સિડીઝ-બેન્ઝ અને AMG મર્ચેન્ડાઇઝ જર્મનીથી આયાત કરવામાં આવે છે જ્યારે એક્સેસરી રેન્જ અને કેટલીક પ્રોડક્ટ્સ સ્થાનિક રીતે બનાવવામાં આવે છે.          


ઐયરના મતે મર્સિડીઝ નોન-કાર બિઝનેસ સતત વધી રહ્યો છે. આ વૃદ્ધિ દર વર્ષે 20 ટકા છે. તેમનું કહેવું છે કે આ ધંધો માત્ર પૈસા માટે નથી પણ તેની સાથે લોકોની લાગણીઓ પણ જોડાયેલી છે. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે જો કોઈ બાળક બ્રાન્ડનું નાનું ટેડી બેર ખરીદે તો તે તેને ભવિષ્ય સાથે જોડી શકે છે.          


આ પણ વાંચો : માત્ર બૂલેટ જ નથી તમારો ફર્સ્ટ ઓપ્શન, આ બાઇક્સમાં પણ મળે છે દમદાર એન્જિન અને સ્ટાઇલિશ લૂક


Car loan Information:

Calculate Car Loan EMI