MG Motors India દેશમાં ઘણા નવા ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ઈલેક્ટ્રિક વ્હિકલ માર્કેટમાં તેની સ્થિતિ મજબૂત કરવા કંપની આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં નવી ઈલેક્ટ્રિક કાર રજૂ કરવાની યોજના ધરાવે છે. બુધવારે આ માહિતી આપતા કંપનીના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે આ વાહનની કિંમત 10 થી 15 લાખ રૂપિયાની વચ્ચે હશે.


કંપની ઇલેક્ટ્રિક વાહન રજૂ કરશે


MG મોટર હાલમાં ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં SUV ZS EV વેચે છે. કંપની વૈશ્વિક પ્લેટફોર્મ પર આધારિત ઇલેક્ટ્રિક વાહન ઓફર કરશે, જે ભારતીય બજારને અનુરૂપ હશે. એમજી મોટર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ છાબાએ પીટીઆઈને કહ્યું, "SUV એસ્ટર પછી, અમે ઇલેક્ટ્રિક વાહન વિશે વિચારી રહ્યા છીએ. સરકારે ઈલેક્ટ્રિક વાહનોને લઈને સ્પષ્ટતા કર્યા બાદ અમને ઘણું પ્રોત્સાહન મળ્યું છે.


10 થી 15 લાખની વચ્ચે કિંમત હશે


કંપનીની યોજનાનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે અમે આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં ઇલેક્ટ્રિક વાહન રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ કારની કિંમત 10 થી 15 લાખ રૂપિયાની વચ્ચે હશે.


નવેમ્બરમાં કંપનીના વેચાણમાં ઘટાડો થયો હતો


આ સિવાય જો નવેમ્બર મહિના માટે કંપનીના વેચાણની વાત કરીએ તો MG મોટર ઇન્ડિયાના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડેટા અનુસાર નવેમ્બરમાં કંપનીના વેચાણમાં 40 ટકાનો ઘટાડો થયો હતો. એમજી મોટર્સ ઈન્ડિયા નવેમ્બર મહિનામાં માત્ર 2481 યુનિટ વેચી શકી. વૈશ્વિક સેમિકન્ડક્ટર ચિપની અછતએ ઉત્પાદનના સ્તરને ગંભીર રીતે અવરોધ્યું છે. જો કે, MG મોટર ગ્રાહકોને સમયસર MG કાર પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. MG મોટર આ વર્ષના અંત સુધીમાં ગ્રાહકોને 5000 એસ્ટર પહોંચાડવાના તેના વચનને પૂર્ણ કરવા માટે સતત કામ કરી રહી છે.


આ પણ વાંચોઃ Electric Scooter: આ ઇલેક્ટ્રિક સ્કૂટર આપે છે 165kmની ડ્રાઇવિંગ રેન્જ, માત્ર આટલી કિંમત છે


Car loan Information:

Calculate Car Loan EMI