MG Electric Cars: બ્રિટનની ટોચની ઓટોમોબાઇલ કંપની MG મોટર્સે આ વર્ષે માર્ચમાં તેની ZS EVનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું હતું. આ કારને ભારતમાં Excite અને Exclusive એમ બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ થયા બાદ અત્યાર સુધી કંપની આ કારના માત્ર Exclusive વેરિઅન્ટનું જ વેચાણ કરતી હતી. જ્યારે તેના બેઝ મોડલ Excite નું વેચાણ પણ હવે શરૂ થઈ ગયું છે. તેની ડિલિવરી આ મહિને તહેવારોની સિઝન દરમિયાન શરૂ થશે.


પાવરટ્રેન


50.3kWh બેટરી પેક MG ZS EVના બંને વેરિઅન્ટમાં આપવામાં આવ્યો છે. આ બેટરી પેક સાથે આ કાર સિંગલ ચાર્જ પર 461 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. તેમાં લાગેલી ઇલેક્ટ્રિક મોટર 174 બીએચપીની મહત્તમ શક્તિ અને 280 ન્યૂટન મીટરનો પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ કાર માત્ર 8.5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.


કેટલી છે કિંમત?


લોન્ચ સમયે MG ZS EVના Excite વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 21.99 લાખ રૂપિયા રાખવામાં આવી હતી અને તેના Exclusive વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 25.88 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં કંપનીએ તેમની કિંમતોમાં વધારો કર્યો છે. હવે તેના Excite વેરિઅન્ટની કિંમત 22.58 લાખ રૂપિયા અને Exclusive વેરિઅન્ટની કિંમત 26.49 લાખ રૂપિયા થઈ ગઈ છે.


વિશેષતા


એક્સાઈટ બેઝ વેરિઅન્ટમાં રીઅર એર કન્ડીશનીંગ વેન્ટ્સ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્લાઈમેટ કંટ્રોલ, આઈ-સ્માર્ટ કનેક્ટેડ કાર ફીચર અને 360-ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ છે. જ્યારે તેના ટોપ-સ્પેક Exclusive વેરિઅન્ટમાં પાછળના ડ્રાઈવર આસિસ્ટ, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જર જેવી કેટલીક વધુ સુવિધાઓ છે.


MG ZS EV ભારતીય બજારમાં Tata Nexon EV MAX અને આગામી મહિન્દ્રા XUV400 જેવી ઇલેક્ટ્રિક કાર સાથે સ્પર્ધા કરશે.


Mercedes-Benz: મર્સિડીઝ બેન્ઝે પ્રથમ મેડ ઈન ઈન્ડિયા લક્ઝરી ઈવી EQS 580 લોન્ચ કરી, જાણો કેટલી છે કિંમત અને રેન્જ


Tata Tiago EV vs Tigor EV: કઈ ઈલેક્ટ્રિક કાર છે વધુ સારી ?


Car Soon: 11 ઓક્ટોબરે ચીની કંપની ભારતમાં લૉન્ચ કરશે આ શાનદાર ઇલેક્ટ્રિક SUV, જાણો શું છે કિંમત ને ફિચર્સ.....


Maruti Festive Season Discount: તહેવારોની સિઝનમાં મારુતિની આ કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ


Car loan Information:

Calculate Car Loan EMI