MG Electric Car: JSW-MG મોટર ઇન્ડિયાએ તાજેતરમાં હેક્ટર, હેક્ટર પ્લસ અને એસ્ટરના ભાવમાં વધારો કર્યો હતો. હવે કંપનીએ ZS EVની કિંમતમાં પણ વધારો કર્યો છે. એમજી મોટર્સે આ વાહનની કિંમતમાં 32 હજાર રૂપિયાનો વધારો કર્યો છે. પરંતુ કિંમતમાં આ વધારો અમુક વેરિએન્ટ પર જ કરવામાં આવ્યો છે. આ ફેરફાર સાથે, MG ZS EVની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 18.98 લાખ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે તેના ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત 25.75 લાખ રૂપિયા સુધી છે.


MGની આ ઈલેક્ટ્રિક કાર થઈ મોંઘી
MG મોટર્સની ઈલેક્ટ્રિક કારની કિંમતમાં વધારો થયા બાદ તેના ડાર્ક ગ્રે વેરિયન્ટની કિંમતમાં 32 હજાર રૂપિયાનો વધારો થયો છે. જ્યારે એસેન્સ ડ્યુઅલ-ટોન આયોનિક આઇવરી અને 100-યર એડિશનની કિંમતમાં 31 હજાર રૂપિયાનો વધારો થયો છે. આ ઇલેક્ટ્રિક એસયુવીના એક્સક્લુઝિવ પ્લસ ડાર્ક ગ્રેની કિંમતમાં રૂ. 30,200 અને એક્સક્લુઝિવ પ્લસ ડ્યુઅલ-ટોન આયોનિક આઇવરી વેરિએન્ટમાં રૂ. 30 હજારનો વધારો જોવા મળી શકે છે. આ EVના એક્ઝિક્યુટિવ અને એક્સાઈટ પ્રોના એન્ટ્રી-લેવલ વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.





MG ZS EV રેન્જ 
આ MG ઇલેક્ટ્રિક કારમાં 50.3 kWhની બેટરી પેક છે, જેના કારણે આ કાર એક જ ચાર્જિંગમાં 461 કિલોમીટરની રેન્જ આપવાનો દાવો કરે છે. આ કાર ADAS ઓટોનોમસ લેવલ-2ની વિશેષતા સાથે આવે છે, જેના કારણે આ કાર 8.5 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપે પહોંચી જાય છે. MGની આ EV ભારતીય બજારમાં ચાર કલર વેરિઅન્ટ સાથે સામેલ છે.


શું MG ZS EV બદલાશે?
બ્રિટીશ ઓટોમેકરે પેરિસ મોટર શો 2024માં ES5 SUV જાહેર કરી હતી, જે 2025ના મધ્યમાં યુરોપિયન અને ચાઈનીઝ માર્કેટમાં ડેબ્યૂ થઈ શકે છે. MGની આ નવી કાર ZS EV ને રિપ્લેસ કરી શકે છે. MG ZS EV લૉન્ચ થયાને લગભગ પાંચ વર્ષ થઈ ગયા છે. હવે કંપની આ ઇલેક્ટ્રિક કારની જગ્યાએ નવી કાર લાવી શકે છે.


MG ES5 ને 49.1 kWh ના બેટરી પેકથી સજ્જ કરી શકાય છે. કંપની આ કારને વધુ પાવરફુલ 62.2 kWh બેટરી પેક સાથે પણ લોન્ચ કરી શકે છે. આ બેટરી પેક સાથે આ કાર 425 કિલોમીટરથી 525 કિલોમીટરની રેન્જ આપી શકે છે. આ કાર વાહન સાથે જોડાયેલ ફ્રન્ટ એક્સલ મોટરથી 174 bhpનો પાવર અને 280 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે.


આ પણ વાંચો : Honda CB300F: હોન્ડાએ લૉન્ચ કરી દેશની પ્રથમ 300 ccની Flex-Fuel બાઇક, કિંમત છે આટલી


Car loan Information:

Calculate Car Loan EMI