Bajaj Pulsar N160: બજાજે હવે તેના પલ્સર N160નું નવું વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે. આ બજાજ પલ્સર N160 USD ફૉર્ક વેરિઅન્ટ છે. આ સાથે બજાજે અન્ય પલ્સરમાં પણ કેટલાક અપડેટ લાવ્યા છે, જેમાં પલ્સર 125, પલ્સર 150 અને પલ્સર 220એફનો સમાવેશ થાય છે. આ બાઇક્સમાં એલસીડી ડિસ્પ્લે છે જે બ્લૂટૂથથી કનેક્ટ થાય છે. આ સાથે કેટલાક કલર વેરિએન્ટ પણ રજૂ કરવામાં આવ્યા છે.


શું થયા નવા વેરિએન્ટમાં ફેરફાર ? 
USD ફૉર્ક સિવાય Pulsar N160માં કોઈ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી. આ બાઇકમાં 164cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે, જે એકદમ આર્થિક છે. આ એન્જિન 8,750 આરપીએમ પર 16 એચપીનો પાવર પ્રદાન કરે છે અને 6,750 આરપીએમ પર 14.7 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. બજાજે તેની કિંમત 1.40 લાખ રૂપિયા રાખી છે.


પલ્સરના નવા વેરિએન્ટના ફિચર્સ 
જેમ મોટા પલ્સર N250 ને 3 ABS મૉડ્સ મળતા હતા, હવે N160 ને પણ 3 ABS મૉડ્સ મળે છે, જે રૉડ, રેઈન અને ઑફ-રૉડ છે. આ સિસ્ટમ માત્ર ABS કામ કરવાની રીતને બદલે છે અને તમે ABSને સંપૂર્ણપણે બંધ કરી શકતા નથી. તમે N160 ને ચાર રંગ ઓપ્શનોમાં ખરીદી શકો છો - લાલ, સફેદ, વાદળી અને કાળો. પલ્સરનું USD ફૉર્ક વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ કરતાં 6000 રૂપિયા મોંઘું છે.


આ સાથે બજાજ પલ્સર 125, 150 અને 220Fમાં હવે ડિજિટલ ડિસ્પ્લે અને USB ચાર્જર પણ છે અને કંપનીએ હવે આ બાઇક્સમાં 3 નવા કલર ઓપ્શનો લૉન્ચ કર્યા છે.


આ બાઇક્સને આપશે જબરદસ્ત ટક્કર
જો આપણે બજાજ પલ્સરની હરીફ બાઇક વિશે વાત કરીએ તો તેમાં TVS Apache RTR 180 સામેલ છે, જેની એક્સ-શોરૂમ કિંમત 1,19,890 રૂપિયા છે. બીજી બાઇક વિશે વાત કરીએ તો તે પણ TVS તરફથી આવતી Apache RTR 160 4V છે, જેની એક્સ-શોરૂમ કિંમત કંપનીએ 1,26,925 રૂપિયા રાખી છે.


આ પછી યામાહા તરફથી યામાહા FZ-X આવી રહ્યું છે. આ બાઇક પલ્સર 160N ની સીધી હરીફ નથી પરંતુ તેમની સમાન કિંમત-રેન્જને કારણે, તમે આ બાઇક પર પણ એક નજર કરી શકો છો. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1,31,400 રૂપિયા છે.


                                                                                                                  


Car loan Information:

Calculate Car Loan EMI