Kia Motors ભારતમાં અનેક વાહનો વેચે છે અને સેલ્ટોસ કંપનીની સૌથી લોકપ્રિય SUV માંથી એક છે. કિયા આ અઠવાડિયે ભારતમાં ન્યૂ જનરેશન સેલ્ટોસ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ SUV સૌપ્રથમ 2019 માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને હવે કંપની એક નવું, વધુ મોર્ડન વર્ઝન લાવી રહી છે. નવી સેલ્ટોસને લઈને ઘણો ઉત્સાહ છે, કારણ કે તેમાં ડિઝાઇનથી લઈને સુવિધાઓ સુધી નોંધપાત્ર ફેરફારો થવાની અપેક્ષા છે. ચાલો વિગતવાર જાણીએ.
એક્સટિરીયર અને ઈન્ટિરીયરમાં મોટા ફેરફારો
ન્યૂ જનરેશન સેલ્ટોસના ઘણા ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આ ટીઝર એક્સટિરીયર અને ઈન્ટિરીયર બંને માટે નવી ડિઝાઇન સ્પષ્ટપણે દર્શાવે છે. SUV માં નવા LED DRL, નવી LED હેડલાઇટ, LED ફોગ લાઇટ અને એક નવું રીઅર બમ્પર છે. પાછળના ભાગમાં હાઇ-માઉન્ટ સ્ટોપ લાઇટ અને ગ્લોસ-બ્લેક વ્હીલ આર્ચ ક્લેડીંગ પણ દેખાય છે. વધુમાં, કારમાં શાર્ક ફિન એન્ટેના અને નવા ORVM પણ મળશે. આંતરિક ભાગ પણ અપડેટ કરવામાં આવશે. તેમાં એક નવું ડેશબોર્ડ, ન્યૂ ટચસ્ક્રીન, નવી સીટો અને વધુ પ્રીમિયમ ફીલ હોઈ શકે છે. ટીઝરમાં એ પણ સૂચવવામાં આવ્યું છે કે SUV પહેલા કરતાં વધુ સુવિધાઓ પ્રદાન કરશે.
લોન્ચ તારીખ અને કિંમત
કંપની 10 ડિસેમ્બરે ન્યૂ જનરેશન Kia Seltos ઔપચારિક રીતે લોન્ચ કરશે. લોન્ચ થયા પછી તરત જ કિંમત જાહેર કરવામાં આવશે. હાલની Seltos ₹10.79 લાખથી શરૂ થાય છે અને ₹19.80 લાખ સુધી જાય છે. નવા મોડેલની કિંમત થોડી વધી શકે છે, કદાચ થોડા હજાર રૂપિયા.
કિઆ સેલ્ટોસ કઈ કાર સાથે સ્પર્ધા કરશે ?
નવી Kia Seltos મધ્યમ કદની SUV સેગમેન્ટમાં આવે છે. તે મારુતિ ગ્રાન્ડ વિટારા, હ્યુન્ડાઇ ક્રેટા, હોન્ડા એલિવેટ અને સ્કોડા કુશક જેવી SUV સાથે સ્પર્ધા કરશે. સેલ્ટોસ પહેલાથી જ આ સેગમેન્ટમાં એક મજબૂત પસંદગી રહી છે, અને નવી અપડેટેડ વર્ઝન સાથે તેની પકડ મજબૂત થવાની અપેક્ષા છે.
ન્યૂ જનરેશન સેલ્ટોસ લોન્ચ થતાની સાથે જ ધમાલ મચાવશે તે નક્કી છે. Kia Seltos મધ્યમ કદની SUV સેગમેન્ટમાં આવે છે તે પહેલાથી જ વધારે પસંદ કરવામાં આવે છે.
Car loan Information:
Calculate Car Loan EMI