KIA MPV: લાંબા સમયથી જેની રાહ જોવામાં આવતી હતી તે Kia એ સત્તાવાર રીતે પોતાની MPV નું નામ જાહેર કરી દીધું છે. તેનું નામ Carnes છે. Kia Carnesનું નામ જૂની એમપીવીમાંથી લેવામાં આવ્યું છે, જેને કંપની ઈન્ટરનેશનલ માર્કેટમાં વેચે છે. Carnes કિઆની નવી ગાડી છે અને ભારતમાં એમપીવી સેગમેંટને ટક્કર આપવા માટે આવી રહી છે. આ એમપીવીનું એક અલગ વેરિઅન્ટ હોઇ શકે છે. તેને Seltos ની જેમ ખેંચવામાં નહીં આવી હોય. Carnes ચોક્કસ Seltos ના પ્લેટફોર્મ પર જ આધારિત છે પણ એક અલગ લુક અને નવા સ્ટાઇલિંગ લેઆઉટ સાથે આવશે. આ અલગ લુકની સાથે જ સેલ્ટોસમાં વધારે વ્હીલબેસ આવશે.


બીજી રૉમાં બેસનારા પેસેન્જર્સને કેવા મળશે ફીચર્સ


આ કાર મોટી અને વધારે લક્ઝુરિયસ હોવાની આશા રાખવામાં આવી રહી છે. Carnes 6 અને 7 સીટર વેરિયંટ સાથે ત્રણ રો વાળી હશે. Carnes ના ટોપ એન્ડ વેરિયંટમાં કેપ્ટન સીટ ઉપરાંત વધારે ફીચર્સ પણ મળશે. પોતાના સેંટર કંસોલની સાથે તેનું ઈન્ટીરિયર Seltosથી અલગ હશે. ફીચર્સની વાત કરીએ તો તેમાં વાયરલેસ ચાર્જિંગ, કનેક્ટિડ કાર ટેક UVO, 360 ડિગ્રી કેમેરો, સનરૂફ અને વેંટિલેટિડ સીટ્સ ઉપરાંત અન્ય ફીચર્સ પણ મળશે. બીજી રૉમાં બેસનારા પેસેન્જર્સ માટે કપહોલ્ડર ઉપરાંત અન્ય સુવિધાઓ અને ફીચર મળી શકે છે.


ક્યારે થઈ શકે છે લોન્ચિંગ


Kia Carnes, Seltosના 1.5 લીટર પેટ્રોલ એન્જિન કે 1.5 લીટર ડીઝલ એન્જિન સાથે XL6 અને Innova Crysta ને ટક્કર આપશે. ડીઝલ અને પેટ્રોલ બંને એન્જિન સાથે તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાંસમિશન હશે. Seltos ની જેમ Carnesમાં ટર્બો પેટ્રોલ એન્જિન નહીં જોવા મળે. Kia Carnes પરથી 16 ડિસેમ્બરે પડદો ઉઠશે. આગામી વર્ષે તેનું લોન્ચિંગ થશે.


Car loan Information:

Calculate Car Loan EMI