Mahindra Scorpio N: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નવી મહિન્દ્રા સ્કોર્પિયો, જેને ઝેડ101 કોડનેમ આપવામાં આવી છે, તેને લોકો સમક્ષ તદ્દન નવી 'સ્કોર્પિયો-એન' તરીકે રજૂ કરવાની તૈયારી કરી લીધી છે. "એસયુવી બિગ ડેડી" તરીકે ઓળખાતી, નવી સ્કોર્પિયો 27 જૂન, 2022 ના રોજ આવવાની છે. બ્રાન્ડ ન્યૂ મહિન્દ્રા સ્કોર્પિયો-એન 4x4 ઓપ્શન સાથે ઓફર કરવામાં આવશે.
છેલ્લા બે દાયકામાં વિકસાવાયેલી હાલની સ્કોર્પિયો 'સ્કોર્પિયો ક્લાસિક' તરીકે ચાલુ રહેશે. મહિન્દ્રાએ યુટ્યુબ વીડિયો જાહેર કરીને કેપ્શન આપ્યું હતું કે, "ઓલ-ન્યૂ સ્કોર્પિયો-એન 27 જૂન, 2022 ના રોજ આવી રહી છે". મુંબઈમાં મહિન્દ્રા ઇન્ડિયા ડિઝાઇન સ્ટુડિયો (એમઆઇડીએસ) દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી નવી સ્કોર્પિયો પાછલી પેઢીના મોડેલ કરતા મોટી હશે. 2022 મહિન્દ્રા સ્કોર્પિયો-એન નવા ફીચર્સ અને નવા લેઆઉટથી સજ્જ હશે.
કેવા છે ફીચર્સ
એકદમ નવી સ્કોર્પિયો-એનની સિલુએટ મહિન્દ્રા XUV700 જેવી જ દેખાય છે. મહિન્દ્રા સ્કોર્પિયો-એનના બાહ્ય ભાગમાં ટ્વીન-પોડ એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એલઇડી ફોગ લેમ્પ્સ, મહિન્દ્રાના નવા લોગો, મોટી વિન્ડો ફ્રેમ્સ અને બીજું ઘણું બધું હશે. આ એસયુવીમાં 18 ઇંચના 10 સ્પોક એલોય વ્હીલ્સ હોવાની શક્યતા છે.
જ્યાં સુધી ઇન્ટિરિયરની વાત છે, ત્યાં સુધી બ્રાન્ડ-ન્યૂ મહિન્દ્રા સ્કોર્પિયો-એનમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફર્મેશન ડિસ્પ્લે, રંગીન સેન્ટ્રલ મિડ, વાયરલેસ ચાર્જિંગ, ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, ઇનર ઓટો-ડિમિંગ રિયર-વ્યૂ મિરર, એન્ડ્રોક્સ કનેક્ટેડ કાર ટેકનોલોજી અને પાવર-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ મળી શકે છે.
બે એન્જિન વિકલ્પ મળશે
નવી મહિન્દ્રા સ્કોર્પિયો બે એન્જિન વિકલ્પો સાથે હશે - 2.0-લિટર ચાર-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ એન્જિન અને 2.2-લિટર ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન મળી શકે છે. આ સિવાય ડીઝલ વેરિઅન્ટમાં ફોર વ્હીલ-ડ્રાઇવ સિસ્ટમ પણ મળશે.
Car loan Information:
Calculate Car Loan EMI