જો તમે ₹5 લાખના બજેટમાં નવી કાર ખરીદવા માંગતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. રેનો ઇન્ડિયાએ તેની લોકપ્રિય હેચબેક  Renault Kwid નું નવું, અપડેટેડ મોડેલ લોન્ચ કર્યું છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹4.53 લાખ છે. આ વખતે કારની ડિઝાઇનમાં ખાસ ફેરફાર થયો નથી, પરંતુ કંપનીએ તેની સલામતી અને ફીચર્માં સુધારો કર્યો છે. નવી ક્વિડ હવે મારુતિ અલ્ટો K10, મારુતિ સેલેરિયો, મારુતિ S-Presso અને ટાટા ટિયાગો જેવી કારને સીધી ટક્કર આપશે.

Continues below advertisement

નવી રેનો ક્વિડની સૌથી મોટી ખાસિયત તેની સલામતી છે. કારમાં હવે છ એરબેગ્સ છે, જે અગાઉ ઉપલબ્ધ ન હતી. આ અપડેટ બજેટ સેગમેન્ટમાં ગ્રાહકો માટે નોંધપાત્ર રાહત માનવામાં આવે છે. કારમાં નવો રેનો લોગો અને નવી ડિઝાઇન કરાયેલ વ્હીલ્સ પણ છે.

ફીચર્સમાં કોઈ કમી નહીં

Continues below advertisement

નવી ક્વિડમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. વધુમાં, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, રીઅર પાર્કિંગ કેમેરા, રિમોટ કીલેસ એન્ટ્રી, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVM, રીઅર પાવર વિન્ડોઝ, LED ટેલલાઇટ્સ અને રૂફ રેલ્સ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ કાર 184mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 279 લિટર બૂટ સ્પેસ આપે છે, જે તેને શહેર અને ઉબડખાબડ રસ્તાઓ બંને માટે સારો વિકલ્પ બનાવે છે.

એન્જિન યથાવત છે

નવી રેનો ક્વિડમાં સમાન 1.0-લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 67bhp અને 91Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ (MT) અને AMT ગિયરબોક્સ બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. CNG વિકલ્પ પસંદ કરતા ગ્રાહકો માટે, કંપની ₹70,449 માં સત્તાવાર CNG રેટ્રોફિટમેન્ટ પણ ઓફર કરી રહી છે.

આ પણ વાંચો- Tata Sierra EV ની સામે કેમ ઝાંખી પડી શકે છે Creta Electric અને Curvv EV? જાણો વિગતો

નવી ક્વિડ ફક્ત બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે

કંપનીએ નવી ક્વિડને બે વેરિઅન્ટમાં લોન્ચ કરી છે: Evolution અને Climber.  તેની શરૂઆતની કિંમત ₹4.53 લાખ (એક્સ-શોરૂમ) છે, જ્યારે Climber વેરિઅન્ટની કિંમત ₹5.15 લાખ છે. જોકે, ઓનલાઈન બુકિંગ સાથે, Climber MT વેરિઅન્ટ ₹4.99 લાખમાં અને AMT વેરિઅન્ટ ₹5.46 લાખમાં ખરીદી શકાય છે.

 


Car loan Information:

Calculate Car Loan EMI