Tata Sierra EV Launch: ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં ઇલેક્ટ્રિક વાહનોનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે. બજારમાં ઇલેક્ટ્રિક કારની માંગ સતત વધી રહી છે અને કંપનીઓ પણ હવે સંપૂર્ણપણે EV તરફ શિફ્ટ થઈ રહી છે. ઇલેક્ટ્રિક કારની વાત કરીએ તો, અત્યારે દરેકના મોં પર ટાટા મોટર્સની નવી લોન્ચ થયેલી કાર 'સિયેરા ઇવી' (Sierra EV) નું નામ છે. 30 જૂનના રોજ લોન્ચ થયા પછી આ કારના જોરદાર વખાણ થઈ રહ્યા છે.

Continues below advertisement

 

Continues below advertisement

હવે એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં સિયેરા ઇવી હ્યુન્ડાઈની ક્રેટા ઇલેક્ટ્રિક (Creta EV) અને ખુદ ટાટાની જ કર્વ ઇવી (Curvv EV) નો ક્રેઝ થોડો ઓછો કરી શકે છે. સિયેરા ઇવીની એકદમ ફ્યુચરિસ્ટિક બોક્સી ડિઝાઇન લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. તો ચાલો જાણીએ કે આખરે કેમ આ ગાડી માર્કેટમાં આવતા જ બીજી ઇલેક્ટ્રિક કારોને જોરદાર ટક્કર આપી શકે છે.

આ પણ વાંચો... Sierra EV કે Mahindra XEV 9e, કિંમત, ફીચર્સ અને રેન્જની બાબતમાં કઈ ગાડી આગળ? જાણો વિગતો

શાનદાર લુકે મચાવી સનસનાટીતમને જણાવી દઈએ કે, ટાટા સિયેરા પહેલા 90 ના દાયકામાં પણ રોડ પર દોડતી હતી. પરંતુ તે સમયે કંપનીને નફો ન થતાં તેને મજબૂરીમાં બંધ કરવી પડી હતી. તેમ છતાં, આજે પણ ટાટા સિયેરાનું નામ સાંભળતા જ લોકોના મગજમાં 90 ના દાયકાની યાદો તાજી થઈ જાય છે. હવે સિયેરાને એકદમ મોર્ડન અને ઇલેક્ટ્રિક અવતારમાં પાછી લાવવામાં આવી છે.

સિયેરામાં આ વખતે સિગ્નેચર ગ્લાસ રૂફ અને મસ્ક્યુલર બોક્સી ડિઝાઇન આપવામાં આવી છે, જે તેને માર્કેટમાં હાજર અન્ય બોરિંગ અને કૂપે-સ્ટાઇલ કારોથી બિલકુલ અલગ બનાવે છે. લોન્ચ થતાની સાથે જ સિયેરા ઇવીએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે.

શાનદાર કેબિન અને વધુ સ્પેસઆ વખતે ટાટા મોટર્સ દ્વારા સિયેરા ઇવીને માત્ર બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ અત્યંત લક્ઝુરિયસ બનાવવામાં આવી છે. કોન્સેપ્ટ મોડલમાં જે લાઉન્જ જેવી રિયર સીટિંગ અરેન્જમેન્ટ (Rear Seating Arrangement) બતાવવામાં આવી હતી, તે તેને આ સેગમેન્ટની સૌથી આરામદાયક ગાડી બનાવે છે.

લાંબી મુસાફરી દરમિયાન જે કમ્ફર્ટ અને પ્રીમિયમ ફીલ સિયેરા આપી શકે છે, તેની સામે ક્રેટા ઇલેક્ટ્રિક અથવા કર્વ ઇવીની કેબિન થોડી સામાન્ય લાગી શકે છે. આ ગાડી એવા લોકો માટે પરફેક્ટ સાબિત થશે જેમને લક્ઝરી અને સ્પેસ  બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન જોઈતું નથી.

સાથે જ મળી રહી છે મોટી રેન્જજ્યારે પણ ઇલેક્ટ્રિક કારની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા દરેકના મગજમાં કારની ડ્રાઇવિંગ રેન્જ વિશે વિચાર આવે છે. તમને જણાવી દઈએ કે, સિયેરા ઇવી ખૂબ જ શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ છે. આમાં 63kWh અને 75kWh ના બે પાવરફુલ બેટરી ઓપ્શન્સ મળે છે, જે સિંગલ ચાર્જ પર 500 થી 665 કિલોમીટર સુધીની શાનદાર રેન્જ સરળતાથી આપે છે.

આ સાથે તેમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) નો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે, જે તેને એક પાવરફુલ ઓફ-રોડ SUV પણ બનાવે છે. પરફોર્મન્સ અને ફીચર્સની બાબતમાં આ કાર ક્રેટા ઇવી કે કર્વ ઇવી બંનેને જોરદાર ટક્કર આપવા માટે પૂરી રીતે તૈયાર છે.


Car loan Information:

Calculate Car Loan EMI