નવી દિલ્હીઃ ઓટો કંપની (Auto) સ્કૉડાએ (Skoda) પોતાની કોડિયાક એસયુવી ફિસલિફ્ટ મૉડલ (New Skoda Kodiaq) લૉન્ચ કરી દીધુ છે. આ કારને ચાર વર્ષ બાદ ફરીથી માર્કેટમાં લાવવામાં આવ્યુ છે. વળી, હવે આ કોડિયાકને (Kodiaq Updates) અપડેટની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યુ છે. અત્યારે આને ભારતમાં લૉન્ચ નથી કરવામાં આવી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ કાર આ વર્ષના અંત સુધી ભારતમાં એન્ટ્રી કરી શકો છે. જાણો કારમાં આ વખતે શું છે ખાસ.... 


આટલા થયા ફેરફાર.... 
સ્કૉડા કોડિયાકમાં (Skoda Kodiaq) સ્કાઉટ એડિશનને એડ કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ આમાં નવા એપ્રન સાથે ફૉગલેમ્પ્સ અને ફ્રન્ટ બમ્પરમાં પણ ચેન્જ કર્યો છે. આની ડિઝાઇન હાલના મૉડલના જેવી જ લાગી રહી છે. નવા વર્ઝનમાં સ્લિક એલઇડી હેડલેમ્પ દ્વારા ડબલ રિબ્સ સિગ્નેચર ગ્રીલ આપવામાં આવી છે. આ વખતે એસયુવીમાં મેટ્રિક્સ એલઇડી હેડલેમ્પનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. 


20 ઇંચના છે એલૉય વ્હીલ.... 
નવી Kodiaq માં ગ્લૉસ બ્લેક રૂફ-માઉન્ટેડ સ્પૉઇલર, એલ્યૂમિનીયમ ટ્રિમની સાથે નવુ રિયર બમ્પર અને સી-આકારનુ સિગ્નેચર ફૂલી એલઇડી ટેલ લાઇટ્સ લાગેલી છે. આમાં કંપનીએ 17 ઇંચથી લઇને 20 ઇંચ સુધીના નવા એલૉય વ્હીલ આપવામાં આવ્યા છે. 


આ છે ફિચર્સ.... 
હાલના મૉડલની જેમ આ ઇન્ટીરિયર લેઆઉટને સપોર્ટ કરે છે. જોકે આમાં વેન્ટિલેશન અને મસાજ ફન્ક્શનની સાથે લેધર સીટ્સ આપવામાં આવી છે. આ Kodiaq SUVમાં નવા બે સ્ટીયરિંગ વ્હીલ, એક 9.2-ઇંચ ટચસ્ક્રીન સિસ્ટમ, એક 10.25-ઇંચ પુરી રીતે ડિજીટલ ઇન્સ્ટૂમેન્ટ્સ ક્લસ્ટર, રડાર-આધારિત રિયર સેન્સર આપવામાં આવ્યા છે. 


આ છે એન્જિન ઓપ્શન....
2021 Skoda Kodiaq બે પેટ્રૉલ એન્જિન 1.5-લીટર TSI અને 2.0-લીટર TSIની સાથે એક 2.0-લીટર TDI ડિઝલ પાવરપ્લાન્ટની સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. આની 2.0-લીટર ટીએસઆઇ યૂનિટ 188 બીએચપીનો પાવર અને 320 એમએમનો ટૉર્ક જનરેટ કરે છે. વળી 1.5-લીટર યૂનિટ 148 બીએચપીનો પાવર અને 250 એમએમનો ટૉર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત ડિઝલ એન્જિનમાં 148 બીએચપી અને 197 બીએચપીનો પાવર છે.


Car loan Information:

Calculate Car Loan EMI