Best Sedan Car: સ્કોડા સ્લાવિયાએ બજારમાં દસ્તક દઈ દીધી છે. આ સેડાન કાર પસંદ કરતાં લોકો માટે અનેક ઓપ્શન લઈને આવી છે. આ સેડાન કારનું  સારું માર્કેટ છે. સ્કોડાનો ભારતનમાં સેડાન કારમાં સારો ઈતિહાસ રહ્યો છે.  સ્કોડાએ ભારતમાં Octaviaથી સફરની શરૂઆત કરી હતી. Slavia નું મહત્વ એટલા માટે વધી જાય છે કે કારણકે તે MQB-A0-IN પ્રોજેક્ટ અંતર્ગત આવતી બીજી કાર છે. સ્લાવિયા સી સેગમેન્ટમાં મિડસાઇઝ સેડાન કાર છે. બજારમાં તે આગામી વર્ષે લોન્ચ થશે. તેનું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે. થોડા સમય પહેલા જ અમે તેનો પ્રથમ લુક બતાવ્યો હતો.


એક્સટિરિયર


આ ડી સેગમેન્ટની કાર વધારે લાગે છે. પોતાની હરિફ કંપનીઓની તુલનામાં વધારે મોટી લાગે છે. મોટી હોવાની સાથે લુક પણ શાનદાર છે. ક્લીન સર્ફેસ અને ક્રિસ્પ લાઇનની સાથે આકર્ષક લાગે છે. તેની લંબાઈ 4541 એમએમ અને પહોળાઈ 1752 એમએમ છે. હેક્સાગોનલ ક્રોમ ગ્રિલની નવી ડિઝાઇન આપવામાં આવી છે. જ્યારે બોનેટને સ્લિમ હેડલેમ્પ સાથે સુંદર દેખાવ અપાયો છે. તેની LED DRS છે, પરંતુ બંપરના નીચલા હિસ્સાને શાનદાર લુક આપવાની કોશિશ કરવામાં આવી છે. આ કાર પાંચ રંગમાં મળશે. રંગોનું ફિનિશિંગ સાથી રીતે કરવામાં આવ્યું છે અને લકઝરી કારનો અહેસાસ અપાવે છે.




ઈન્ટીરિયર


ઈન્ટીરિયરમાં પણ નવી સ્કોડા ડિઝાઈન ફિલોસોફી મળે છે. ડેશબોર્ડ લાજવાબ છે. સ્વિચ ગિયર પણ છે. ટચસ્ક્રીન 10.1 ઈંચની છે, જ્યારે તેમાં જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ ઈન્સ્ટ્રૂમેંટ કલસ્ટર, ઈલેક્ટ્રોનિક સનરૂફ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, હવાદાર સીટો અને ટચ એસી કંટ્રોલ છે. ઉપરાંત પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, ઓટો હેન્ડલેમ્પ અને છ એરબેગ, મલ્ટી કોલેજિયન બ્રેક તથા ક્રૂઝ કંટ્રોલ જેવા સુરક્ષા ફીચર પણ છે. સ્લાવિયામાં વ્હીલબેસ પણ ઘણા લાંબા છે, તેની લંબાઈ 2651 એમએમ છે. કેબિનમાં પણ સારી જગ્યા છે. લેગરૂમના હિસાબે પાછળની સીટ આરામદાયક છે.




એન્જિન


સ્લાવિયા કારમાં બે ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેનું એન્જિન Kushaq મોડલ જેવું છે. તેનું 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન 115hp સાથે આવે છે. જ્યારે 1.5 લીટર TSI 150 hp અને 250NM ટોર્સ સાથે આવે છે. 1.0 લીટર એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર જેવા ફીચરથી લેસ છે. 1.5 લીટર ટીએસઆઈ 7 સ્પીડ ડીએસજી અને 6 સ્પીડ સ્ટાન્ડર્ડ મેન્યુઅલ સાથે આવે છે. તેમાં સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ પણ આપવામાં આવી છે. 1.5 ટીએસઆઈ ફ્યૂલ બચાવવા માટે સિલેંડર શટ ડાઉનનું ફીચર પણ આપવામાં આવ્યું છે.




હરીફ કંપનીઓ કરતા વધારે પાવરફૂલ


પ્રીમિયમ લૂક, મોટી સાઇઝ, સારા ઈક્વિપમેંટના કારણે પ્રથમ નજરમાં સ્લાવિયા કાર પ્રભાવિત કરે છે. તે હરિફો કરતાં વધારે પાવરફૂલ છે. આ સેડાન કાર સી સેગમેંટ મિડસાઇઝરના બદલે હાયર સેગમેંટ સાથે સંબંધ રાખે છે. સ્કોડા લોકલ ચીજોને જોતાં કિંમત પર ધ્યાન આપશે.  કિંમત વગર ફૂલ ડ્રાઈવ રિવ્યૂથી પહેલી નજરમાં વધારે મજબૂત લાગે છે અને તમે આ સેડાન કાર ખરીદવાનું પસંદ કરશો.




Car loan Information:

Calculate Car Loan EMI