Change In Auto Sector In 2023: વર્ષ 2022 ઓટો મોબાઇલ ઉદ્યોગ માટે ખુબ સારુ સાબિત થયુ છે, આ દરમિયાન કારોના વેચાણમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, સાથે જ લગભગ તમામ સેગમેન્ટમાં વાહનોના કેટલાય નવા મૉડલ્સનું લૉન્ચિંગ પણ થયુ છે. આ સિલસિલો આગળના વર્ષે પણ ચાલુ રહેવાની આશા છે. સાથે જ ઓટો ઇન્ડસ્ટ્રીમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. જાણો 2023 માં ઓટો ઉદ્યોગમાં શું શું નવુ જોવા મળી શકે છે.....
કાર સીટ બેલ્ટ -
ગાડીમાં યાત્રા કરતી વખતે અત્યારે તમામ યાત્રીઓને સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત થઇ જશે, અને આવુ ના કરનારા લોકોને મેમો કરવામાં આવી શકે છે.
ઇવી બેટરી ફાયર -
આ વર્ષે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટના બહુ ઘટી છે, જેને જોતા DRDO એ આ વિષય પર સરકારને પોતાનો એક રિપોર્ટ સોંપ્યો છે. હવે ઇલેક્ટ્રિક વાહન નિર્માતાઓ માટે એક નવા માપદંડની ગાઇડલાઇન્સને જાહેર કરવામાં આવી શકે છે.
6 એરબેગ હશે ફરજિયાત -
રૉડ રસ્તાં દુર્ઘટનામાં યાત્રીઓના જીવની સુરક્ષાની દ્રષ્ટિએ સરકારે તમામ કારમાં કમ સે કમ 6 એરબેગ્સ આપવાનું ફરજિયાત કરી દીધુ છે. જેનાથી તમામ વાહનોમાં સુવિધાઓ મળી શકે.
બેટરી સ્વેપિંગ પૉલીસી -
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દેશમાં કેટલાય ભાગોમાં બેટરી સ્વેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયર કરવામાં લાગી છે. જેનાથી વાહનોને ચાર્જ કરવાની પરેશાની દુર થઇ શકે છે.
ભારત એનસીએપી -
ગાડીની સુરક્ષાને રેટિંગ આપનારી સંસ્થા ગ્લૉબલ NCAPની જેમ હવે દેશની પાસે પોતાની એવી સંસ્થા ભારત એનસીએપી હશે, નીતિન ગડકરીએ આની જાહેરાત કરી છે.
ઇલેક્ટ્રિક હાઇવે -
દેશને પોતાનો પહેલો ઇલેક્ટ્રિક હાઇવે પણ મળવાનો છે, જ્યાં ઇલેક્ટ્રિક વાહનો માટે એક અલગથી લેન બનાવવામાં આવશે, આ હાઇવે પર આ વાહનોને ચાર્જ કરવામાં આવી શકે છે.
હાઇબ્રિડ કારો -
ભારતમાં આ સમયે હાઇબ્રિડ કારોનું ચલણ ખુબ વધી ગયુ છે, આગામી વર્ષે દેશમાં કેટલીય નવી હાઇબ્રીડ કારો જોવા મળી શકે છે. જેમાં ઇનોવા હાઇક્રૉસ, મારુતિ બ્રેઝા હાઇબ્રિડ વગેરે સામેલ છે. વર્ષ 2023માં આ ઉપરાંત પણ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ભારતમાં કેટલાય નાના-મોટા સુધારા અને નિયમો અમલી બની શકે છે.
Car loan Information:
Calculate Car Loan EMI