વિડીયો કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળના વિકાસ કાર્યોમાં સહભાગી બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું આજે વહેલી સવારે નિધન થયું. તેમની માતા હીરા બાની અંતિમયાત્રા બાદ આજે પીએમ અનેક વિકાસ કાર્યોમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ બન્યા. માતાના નિધન બાદ પણ વડાપ્રધાનએ પોતાના કર્તવ્યથી પાછીપાની ન કરી.તેઓ આજે પશ્ચિમ બંગાળના નમામી ગંગે પરિષદ અને વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટન સહિત અનેક વિકાસ કાર્યક્રમોમાં નિર્ધારિત સમય મુજબ ઓનલાઈન માધ્યમ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેશે.
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. પીએમ બંગાળમાં 7800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ વંદે ભારત ટ્રેન હાવડા-ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે.
"માફ કરજો" : PM મોદી
PMએ વંદે ભારતના ઉદ્ઘાટન સમયે સમગ્ર પશ્ચિમ બંગાળના નાગરિકોને કહ્યું કે,"મારે પશ્ચિમ બંગાળ આવવું હતું, પરંતુ અંગત કારણોસર હું ત્યાં આવી શક્યો નહીં. હું બંગાળની જનતાની માફી માંગુ છું.
બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાની તક: પીએમ મોદી
અનેક યોજનાઓના ઉદ્ઘાટન બાદ સોંપ્યા બાદ પીએમએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે મને બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાનો મોકો મળ્યો છે. બંગાળના દરેક કણમાં આઝાદીનો ઈતિહાસ જડાયેલો છે. જે ભૂમિ પરથી 'વંદે માતરમ'નો નારા લગાવવામાં આવ્યો હતો, ત્યાંથી 'વંદે ભારત' મળી રહી છે . મોદીએ કહ્યું કે આજે 30 ડિસેમ્બરની તારીખનું ઈતિહાસમાં ઘણું મહત્વ છે. 30 ડિસેમ્બર, 1943ના રોજ નેતાજી સુભાષે આંદામાનમાં ત્રિરંગો લહેરાવીને ભારતની આઝાદીનું બ્યુગલ ફૂંક્યું હતું. વર્ષ 2018 માં, આ ઘટનાની 75મી વર્ષગાંઠ પર, હું આંદામાન ગયો હતો અને એક ટાપુનું નામ પણ નેતાજીના નામ પર રાખ્યું હતું.
જોકા - તરતલા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન થશે
મોદી કોલકાતામાં નવનિર્મિત જોકા-તરતલા મેટ્રો લાઇનનું પણ ઉદ્ઘાટન કરશે. જોકા, ઠાકુરપુકુર, સાખેર બજાર, બેહાલા ચોરાસ્તા, બેહાલા બજાર અને તરતલા નામના 6 સ્ટેશનો સાથે 6.5 કિલોમીટરનો વિભાગ 2475 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે.
નમામી ગંગે પરિષદની બેઠકમાં હાજરી આપશે
પીએમ મોદી કોલકાતામાં નેશનલ ગંગા કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. આ બેઠક ગંગા અને તેની ઉપનદીઓને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે યોજાશે. આ બેઠક ભારતીય નૌકાદળના મુખ્યાલય આઈએનએન નેતાજી સુભાષ ખાતે યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સાથે સંબંધિત વિભાગોના કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય ગંગા પરિષદના સભ્ય રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે.
7 હજાર કરોડથી વધુના વિકાસ કર્યોનું લોકાર્પણ
મોદી તેમની માતા હીરાબેનના અંતિમ સંસ્કાર બાદ વડાપ્રધાન મોદી આજે, પશ્ચિમ બંગાળના 7 હજાર 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.
પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ ચાલુ રાખવા માટે અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારે તમામને પોતાના નિર્ધારિત કાર્યક્રમો ચાલુ રાખવાની અપીલ કરી છે. પરિવારે કહ્યું કે અમે આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાર્થના માટે દરેકનો આભાર માનીએ છીએ. દિવંગત આત્માને તમારા વિચારોમાં યાદ રાખવા અમારી સૌને નમ્ર વિનંતી છે. પીએમના પરિવારના સભ્યોએ પણ તેમનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ ચાલુ રાખવા જણાવ્યું હતું. આ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ હશે.