Nissan Magnite Kuro Edition launched:  નિશાને ભારતીય બજારમાં Magnite SUVનું નવું Kuro એડિશન લોન્ચ કર્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત 8.27 લાખ રૂપિયાથી શરૂ થાય છે. મેગ્નાઈટના હાઈ-સ્પેક XV ટ્રીમ પર આધારિત, નવી કુરો એડિશન 3 વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે - પેટ્રોલ MT, ટર્બો-પેટ્રોલ MT અને ટર્બો-પેટ્રોલ CVT.


મેગ્નાઇટ કુરો એડિશન


નિશાન મેગ્નાઈટની કુરો એડિશનને કાળા રંગમાં ડિઝાઇન કરવામાં આવી છે. તેની ગ્રિલ અને ગ્રિલ સરાઉન્ડ, સ્કિડ પ્લેટ, રૂફ રેલ્સ, ડોર હેન્ડલ્સ, એલોય વ્હીલ્સ અને વિન્ડો સરાઉન્ડ પર ઓલ-બ્લેક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ઉપરાંત તેના હેડલેમ્પ્સના ઈન્ટીરિયર એક્સેન્ટને બ્લેક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. બહારના ભાગમાં નોન બ્લેક એલિમેન્ટ નિશાન મેગ્નાઈટ પર કુરો બેજ સાથે રેડ બ્રેક કેલિપર્સનો સમાવેશ થાય છે.


મેગન્નાઈટ કુરોના ફિચર્સ


તેની કેબીનને પણ ઓલ-બ્લેક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે, જેમાં રૂફ લાઇનર, સન વિઝર, ડોર હેન્ડલ્સ અને સ્ટીયરીંગ વ્હીલ પણ બ્લેક ટ્રીટમેન્ટ સાથે આવે છે. તેના એસી વેન્ટની આસપાસનો વિસ્તાર કાળા રંગમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. ફીચર્સ વિશે વાત કરીએ તો નવી મેગ્નાઈટ કુરો એડિશન વાયરલેસ ફોન ચાર્જર, રીઅર એર-કોન વેન્ટ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ યુનિટ, 360 ડિગ્રી કેમેરા, 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ સાથે આવે છે. 


Nissan Magnite Kuro  પાવરટ્રેન  


નિશાનન મેગ્નાઈટનું નવું કુરો એડિશન બે એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, જેમાં 1.0-લિટર 3-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.0-લિટર 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનનો સમાવેશ થાય છે. જે 72bhp પાવર અને 96Nm ટોર્ક જનરેટ કરે છે અને ટર્બો યુનિટ અનુક્રમે 100bhp પાવર અને 160Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે, જ્યારે ટર્બો પેટ્રોલ એન્જિન સાથે CVT યુનિટનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ કાર Tata Nexon, Maruti Brezza અને Hyundai Venue જેવી કારને ટક્કર આપે છે. 


Car loan Information:

Calculate Car Loan EMI