નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય ટ્રાફિક નિયમો (Traffic Rules) માં ફેરફાર કરવા જઇ રહ્યું છે. આ ફેરફારની સાથે વાહન ચાલકોને રાહત મળી શકશે. ખરેખરમાં હવે ટ્રાફિકના નિયમો તોડવા પર વાહન ચાલકોનુ લાયસન્સ (Driving License) રદ્દ નહીં થાય. એટલે કે ટ્રાફિક પોલીસ (Traffic Police) ડ્રાઇવિંગ લાયસન્સ જબ્ત નહીં કરી શકે. નવા ટ્રાફિક નિયમો (Traffic Rules) અનુસાર નિયમોનુ ઉલ્લંઘન કરવા પર ફક્ત દંડ જ કરવામાં આવશે.
અત્યારે આ છે નિયમ....
અત્યાર સુધીના સંશોધન મૉટર વ્હીકલ એક્ટર લાગુ થયા બાદ ટ્રાફિકના કેટલાક નિયમો તોડવા પર દંડ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સને ત્રણ મહિના માટે ઇનબાઉન્ડ કરવાનો પણ નિયમ છે. આનો અર્થ એ થયો કે જો તમે ટ્રાફિક નિયમ તોડો છો તો ટ્રાફિક પોલીસ તમારુ લાયસન્સ જપ્ત (Driving License) પણ કરીને, જે તે સંબંધિત ટ્રાફિક ઓફિસમાં જમા કરાવી દેતી હતી. ત્રણ મહિના બાદ તમને તમારુ લાયસન્સ પાછુ આપવામાં આવે છે.
આમને થાય છે વધુ મુશ્કેલી...
ત્રણ મહિના સુધી લાયસન્સ જપ્ત થવાના કારણે સૌથી વધુ મુશ્કેલી તે ડ્રાઇવરોને પડતી હતી. જે કોઇ બીજા રાજ્યમાં જવા આવવા પર ટ્રાફિક નિયમો તોડે છે. આ કેસમાં પોલીસ દંડની સાથે ડ્રાઇવરનુ લાયસન્સ તે રાજ્ય કે પછી તે શહેરમાં ઇનબાઉન્ડ કરી દે છે. ત્યારબાદ ડ્રાઇવરને કેટલીય પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે જ ત્રણ મહિના બાદ તે શહેરમાં લાયસન્સ માટે પાછુ જવુ પણ પડે છે. આવામાં હવે તે ડ્રાઇવરોને જરૂર રાહત મળશે.
DL-RC Renewal: ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસીબુક થઇ ગઇ છે એક્સપાયર તો ના કરો ચિંતા, હવે 30 જૂન સુધી વેલિડ રહેશે આ ડૉક્યૂમેન્ટ
કેન્દ્રએ સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કેટલાય વ્હીકલ ડૉક્યૂમેન્ટ્સની વેલિડિટી 30 જૂન સુધી લંબાવી દીધી છે. જો તમારી ડ્રાઇવિંગ લાયસન્સ, કારની ફિટનેસ સર્ટિફિકેટ, ગાડીની આરસી બુક કે પછી પરમીટ એક્સપાયર થઇ રહ્યાં છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી. આ તમામ ડૉક્યૂમેન્ટ્સ 30 જૂન 2021 સુધી વેલિડ રહેશે. સડક અને પરિવહન મંત્રાલય તરફથી આને લઇને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
30 જૂન સુધી વેલિડ માનવામાં આવેશે ડૉક્યૂમેન્ટ્સ....
કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ઝડપથી ફેલાઇ રહેલી કોરોના મહામારીના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. સરકાર અનુસાર જે ડૉક્યૂમેન્ટ્સ એક ફેબ્રઆરી 2020એ એક્સપાયર થઇ ગયા હતા, તે હવે 30 જૂન 2021 સુધી વેલિડ માનવામાં આવશે. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસીબુક થઇ ગઇ છે એક્સપાયર તો ના કરો ચિંતા, હવે 30 જૂન સુધી વેલિડ રહેશે આ ડૉક્યૂમેન્ટ, ગયા વર્ષ પણ માર્ગ અને પરિવહન મંત્રાલયે આ ડેટને લંબાવી હતી
આદેશનુ થાય પાલન...
માર્ગ અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આદેશનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે. સરકારનુ કહેવુ છે કે આ દસ્તાવેજોને 30 જૂન સુધી વેલિડ માનવામાં આવે, જેનાથી વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટર્સને કોઇપણ પ્રકારની પરેશાની ના થાય.
Car loan Information:
Calculate Car Loan EMI