નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ (Corona Cases India Udpat) વધી રહ્યા છે. આ દરમિયાન રશિયાના આરડીઆઈએફ અને ફાર્મા કંપની પેનેસિયા બાયોટેક (Panacea Biotec) સ્પૂતનિક-5ની (Sputnik V vaccine) કોવિડ 19 રસીના ભારતમાં 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવા સહમત થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ પેનેસિયા બાયોટિકના પ્લાન્ટમાં સ્પૂતનિક 5નું ઉત્પાદન કરવાથી રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેંટ ફંડને આંતરરાષ્ટ્રીય ભાગીદારી કરવામાં મદદ મળશે.


બંનેએ શું કહ્યું


આરડીઆઈએફના સીઈઓ કિરીલ દમિત્રિવએ કહ્યું, પેનેસિયા બાયોટેક સાતે સહયોગ ભારતમાં રસીના ઉત્પાદન આંતરરાષ્ટ્રીય ભાગીદારોને પુરવઠો પૂરો પાડવાના હેતુથી મહત્વપૂર્ણ પગલું છે. પેનેસિયા બાયોટેકના મેનેજિંગ ડિરેકટર રાજેશ જૈને કહ્યું, કંપની સ્પૂતિનક 5નું ઉત્પાદન આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પ્લાન્ટમાં કરશે.



કેટલા દેશોમાં મળી છે માન્યતા અને શું છે કિંમત


જાણીતા મેડિકલ મેગેઝીન લેંસેટ અનુસાર સ્પૂતનિક 5ની રસી 91.6 ટકા કારગર છે. તેને વૈશ્વિક સ્તર પર 59 દેશોમાં માન્યતા મળી છે. આ રસીના પ્રત્યેક ડોઝની કિંમત 10 ડોલરથી (આશરે 720 રૂપિયા) પણ ઓછી છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, મંગળવારે 24 કલાકમાં 96,982 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 446 લોકોના મોત થયા છે. જોકે 50,143 લોકો ઠીક પણ થયા છે.  


કુલ કેસ-  એક કરોડ 26 લાખ 86હજાર 049


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 32 હજાર 279


કુલ એક્ટિવ કેસ - 8 લાખ 88 હજાર 23


કુલ મોત - એક લાખ 65 હજાર 547


આઠ કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 8 કરોડ 31 લાખ 10 હજાર 966 ડોઝ આપવામાં આવ્યા છે.


રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.55 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 5માં સ્થાન પર છે.