MG Motors Hikes Price: એપ્રિલ મહિનામાં ઘણી કાર નિર્માતા કંપનીઓએ તેમની કારની કિંમતોમાં વધારો કર્યો છે. હવે આ લિસ્ટમાં MG મોટર્સ પણ સામેલ થઈ ગઈ છે. એમજી મોટર્સે તેની પસંદગીની કારની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ એમજી હેક્ટર, એમજી હેક્ટર પ્લસ અને એમજી ગ્લોસ્ટરની કિંમતમાં રૂ. 50,000 સુધીનો વધારો કર્યો છે. આ વર્ષે બીજી વખત કંપનીએ કિંમતમાં વધારો કર્યો છે. કંપનીનું કહેવા મુજબ કાચા માલની પડતર કિંમતમાં થયેલા વધારાને કારણે તેણે આ પગલું ભરવું પડ્યું છે.

Continues below advertisement


MG હેક્ટરની કેટલી મોંઘી થઈ


MG મોટરની હેક્ટર કંપનીની સૌથી લોકપ્રિય કાર છે. કંપનીએ પાંચ સીટર હેક્ટરના તમામ વેરિઅન્ટ્સ રૂ. 20,000 મોંઘા કર્યા છે. MG Hectorના બેઝ વેરિઅન્ટની કિંમત હવે 14.15 લાખ રૂપિયા છે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત 20.11 લાખ રૂપિયા સુધી જાય છે. બંનેની કિંમત એક્સ-શોરૂમ છે. જો આપણે ટકાવારીના વધારા વિશે વાત કરીએ, તો તે લગભગ 1.04% થી 1.43% નો વધારો છે.


એમજી હેક્ટર પ્લસ કિંમતમાં કેટલો થયો વધારો


જ્યાં સુધી હેક્ટર પ્લસની વાત છે, હેક્ટરના ત્રણ-રૉવાળા ટ્વિન હેક્ટર પ્લસની કિંમત હવે રૂ. 16.15 લાખથી રૂ. 20.75 લાખ (બંને એક્સ-શોરૂમ) વચ્ચે છે. તમામ વેરિઅન્ટની કિંમતોમાં રૂ. 20,000 થી રૂ. 25,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, બ્રાન્ડની ફ્લેગશિપ ઓફર ગ્લોસ્ટરની કિંમતોમાં રૂ. 50,000નો વધારો કરવામાં આવ્યો છે.


MG Gloster કિંમત કેટલી વધી


MG ગ્લોસ્ટરની કિંમતમાં રૂ. 50,000નો વધારો થતાં ભારતમાં તેની કિંમત રૂ. 31.50 લાખથી વધીને રૂ. 40.50 લાખ (એક્સ-શોરૂમ) થઈ ગઈ છે. એમજી ગ્લોસ્ટર ચાર ટ્રીમમાં ઉપલબ્ધ છે. આ સુપર, સ્માર્ટ, શાર્પ અને સેવી છે. કંપનીની આ SUV ટોયોટા ફોર્ચ્યુનર સાથે સ્પર્ધા કરે છે જે સેગમેન્ટમાં રાજ કરી રહી છે.


Car loan Information:

Calculate Car Loan EMI