Ola Roadster Series Launched in India: કાલે સમગ્ર દેશભરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. એવામાં ઓટો સેક્ટરમાં કાલે ઘણી નવી બાઇક અને કાર લોન્ચ કરવામાં આવી રહી છે. આ નવા વાહનોના લોન્ચની યાદીમાં ઓલાની ઇલેક્ટ્રિક બાઇકનું નામ પણ સામેલ છે. નિર્ધારિત સમય મુજબ, ઓલાએ ભારતીય બજારમાં તેની નવી બાઇક રજૂ કરી છે. ઓલાએ સૌપ્રથમ રોડસ્ટર સિરીઝની બાઈક બજારમાં ઉતારી છે.


કંપનીના સીઇઓ ભાવિશ અગ્રવાલ અને આ બાઇકના ડિઝાઇનર રામકૃપા અનંતન ઓલાની નવી ઇલેક્ટ્રિક બાઇકના લોન્ચિંગ સમયે હાજર હતા. લોન્ચિંગ સમયે ભાવિશ અગ્રવાલે આ રોડસ્ટર સિરીઝની બાઇકને તેમની ફેવરિટ બાઇક ગણાવી હતી.                                                    



આ ઇલેક્ટ્રિક બાઇક કઈ કિંમતે આવી?
ઓલાએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકના ત્રણ મોડલ બજારમાં ઉતાર્યા છે. આ પ્રથમ શ્રેણીમાં રોડસ્ટર એક્સ, રોડસ્ટર અને રોડસ્ટર પ્રોનો સમાવેશ થાય છે. આમાં Roadster Xની એક્સ-શોરૂમ કિંમત 74,999 રૂપિયા છે. જ્યારે રોડસ્ટરની કિંમત 1,04,999 રૂપિયા છે અને રોડસ્ટર પ્રોની એક્સ-શોરૂમ કિંમત 1,99,999 રૂપિયા રાખવામાં આવી છે.


ઓલા રોડસ્ટર એક્સ 
ઓલા રોડસ્ટરમાં ત્રણ બેટરી પેક વિકલ્પો ઓફર કરવામાં આવી રહ્યા છે આ બાઇકમાં 2.5 kWh, 3.5 kWh અને 4.5 kWh બેટરી પેકનો વિકલ્પ છે. ઓલાનો દાવો છે કે આ બાઇક 124 kmphની ટોપ સ્પીડ આપશે. આ બાઇકનું 4.5 kWh બેટરી પેક 200 કિલોમીટરની રેન્જ આપશે.


ઓલા રોડસ્ટર
Ola Roadster પાસે 3.5 kWh, 4.5 kWh અને 6 kWh બેટરી પેકનો વિકલ્પ છે. આ બાઇક એક જ ચાર્જિંગમાં 248 કિલોમીટરનું અંતર કાપવાનો દાવો કરે છે. આ બાઇક માત્ર 2 સેકન્ડમાં 0 થી 40 kmphની ઝડપ પકડી શકે છે. આ બાઇકમાં 6.8-ઇંચની TFT ટચસ્ક્રીન છે. આ બાઈકની કિંમત 1,04,999 રૂપિયા છે 


ઓલા રોડસ્ટર પ્રો
ઓલાની ઇલેક્ટ્રિક બાઇકનું ટોપ વેરિઅન્ટ Roadster Pro છે. આ બાઇકમાં 16 kWh બેટરી પેક છે. આ વેરિઅન્ટની બાઇક સિંગલ ચાર્જિંગમાં 579 કિલોમીટરનું અંતર કાપી શકે છે, જે IDC પ્રમાણિત છે. રોડસ્ટર પ્રોમાં 10-ઇંચની TFT ટચસ્ક્રીન છે. આ બાઇક 2-ચેનલ સ્વિચેબલ ABS સિસ્ટમથી પણ સજ્જ છે. આ બાઈકની કિંમત 1,99,999 રૂપિયા રાખવામાં આવી છે.


Car loan Information:

Calculate Car Loan EMI