Ola S1 X+: દેશની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિકે ભારતીય બજારમાં તેના નવા S1 X+ ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી શરૂ કરી દીધી છે. આ ઓલાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.10 લાખ છે. કંપનીએ તાજેતરમાં Ola S1 પર 20,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યું છે જો કે આ ઓફર માત્ર ડિસેમ્બર સુધી જ છે.


S1 X+ ઈલેક્ટ્રિક સ્કૂટર : રેન્જ, બેટરી અને ઓફર 


S1 X+ પાસે 6 kW મોટર છે. તે માત્ર 3.3 સેકન્ડમાં 0-40 kmphની સ્પીડ સુધી દોડવામાં  સક્ષમ છે. ટોપ સ્પીડની વાત કરીએ તો તે 90 kmph છે. કંપનીએ તેના કોમ્યૂનિટી  સભ્યો માટે વિશેષ ઑફર્સ ઓફર કરી છે. તેના કોમ્યૂનિટી 0સભ્યોને કંપનીના તમામ સેકન્ડ જનરેશન ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે વિસ્તૃત વોરંટી પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય દરેક સફળ રેફરલ પર 2,000 રૂપિયા સુધીનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય રેફ એસ1 પ્રો સેકન્ડ જનરેશન અથવા એસ1 એરની ખરીદી પર 3,000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકાય છે.


કંપનીનો બિઝનેસ વધી રહ્યો છે


ગયા મહિને કંપનીનું વેચાણ વધીને 30,000 યુનિટ થયું છે, જે વાર્ષિક ધોરણે લગભગ 82 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગયા મહિનાની સરખામણીમાં લગભગ 30 ટકાનો વધારો નોંધાયો છે. ઓલા ઈલેક્ટ્રિકનો ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં લગભગ 35 ટકા હિસ્સો છે. તમને જણાવી દઈએ કે કંપની મોટરસાઈકલ અને કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેને ભવિષ્યમાં ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે.  


ઓલા ઇલેક્ટ્રિક ફરી એકવાર દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની તરીકે ઉભરી આવી છે. છેલ્લા મહિનામાં એટલે કે નવેમ્બર 2023માં, કંપનીએ 30,000 કરતાં વધુ યુનિટ્સનું વેચાણ કર્યું હતું. વાહનના ડેટા અનુસાર, ગયા મહિને ઓલાના 30 હજાર ઇલેક્ટ્રિક સ્કૂટર નોંધાયા હતા. આ રીતે ઓલાને માસિક ધોરણે 30%ની વૃદ્ધિ મળી છે. તહેવારોની સિઝનને કારણે ગયા મહિને કંપનીને સારો પ્રતિસાદ મળ્યો હતો.


ઓલા ઈલેક્ટ્રિકના વેચાણ વિશે વાત કરીએ તો, કંપનીએ ગયા વર્ષના સમાન સમયગાળા એટલે કે ઑક્ટોબર 2022ની સરખામણીમાં 82% ની મજબૂત વૃદ્ધિ મેળવી છે. એટલું જ નહીં નવેમ્બરમાં કંપનીનો માર્કેટ શેર 35% હતો. એકંદરે સેગમેન્ટમાં OLDનું એકતરફી વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઓલા ઈલેક્ટ્રીક આખા વર્ષ માટે તેના સેગમેન્ટમાં નંબર-1 રહી છે.


Car loan Information:

Calculate Car Loan EMI