નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટી (BSP) એ તેના સાંસદ દાનિશ અલીને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. BSP સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં દાનિશ અલી જે રીતે કોંગ્રેસની સાથે ઉભા જોવા મળ્યા હતા, તે સામે આવી રહ્યું છે કે આ કાર્યવાહીનું સૌથી મોટું કારણ બની ગયું છે.






પાર્ટી વિરોધી પ્રવૃતિઓના કારણે બસપા સુપ્રીમો માયાવતીએ અમરોહાથી સાંસદ દિનેશ અલીને સસ્પેન્ડ કરી દિધા છે.  બસપાએ ઘણી વખત દાનિશ અલીને સૂચના આપી હતી અને કહ્યું હતું કે પાર્ટી તેમના મુદ્દા પર તેમની સાથે છે, તેમ છતાં દાનિશ અલી સતત કોંગ્રેસની સાથે ઉભા જોવા મળ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી તેમની સાથે ઉભી હતી. તેમને હટાવવાનું આ સૌથી મોટું કારણ કહેવાય છે. 


બસપા સુપ્રીમોએ સાંસદ દાનિશ અલી વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. બસપા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, તેમને ઘણી વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસન વિરુદ્ધ કોઈ નિવેદન ન આપો, પરંતુ તેમ છતાં તેઓ સતત પાર્ટી વિરુદ્ધ નિવેદનો  કરી રહ્યા છે.


નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "વર્ષ 2018માં, દાનિશ અલી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવગૌડાની જનતા પાર્ટીના સભ્ય તરીકે કામ કરી રહ્યા હતા. 2018ની કર્ણાટક સામાન્ય ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી અને જનતા પાર્ટીએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં દેવેગૌડાની પાર્ટી વતી દાનિશ અલી ખૂબ જ સક્રિય હતા. તે સમયે કર્ણાટક ચૂંટણીના પરિણામો પછી એચડી દેવગૌડાની વિનંતી પર દાનિશ અલીને અમરોહાથી બીએસપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.


BSP સાંસદ દાનિશ અલી પર બીજેપી સાંસદ રમેશ બિધુડીના વાંધાજનક નિવેદનના કારણે રાજકારણ ગરમાયું હતું. બિધુડીના નિવેદનની ચોતરફ ટીકા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં દાનિશ અલીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને સાંસદ ઈમરાન પ્રતાપગઢી પણ તેમની સાથે હતા.